गुजरातबनासकांठा

ખોડલામાં ફેકટરીમાં રમતાં બાળકોને કાર ચાલકે ફંગોળ્યા , બેના મોત : 1 ને ગંભીર ઇજા

 

એક કિશોરીને ગંભીર ઇજા થતાં પાલનપુર સારવાર માટે ખસેડાઇ: પાલનપુર તાલુકાના ખોડલા ગામ નજીક ફેકટરીમાં કામ કરતાં શ્રમિકોના બાળકો પ્રાંગણમાં રમી રહ્યા હતા. દરમિયાન કાર ચાલકે અંદર ઘુસી એક કિશોરી સહિત બે બાળકોને ટક્કર મારી ફંગોળ્યા હતા. જેમાં એકનું ઘટના સ્થળે જ્યારે બીજાનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જ્યારે કિશોરીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાઇ હતી.

પાલનપુર તાલુકાના ખોડલા નજીક કેટલ ફીડ ફીડમાં ભોયતળીયાનું કામ કરતાં મુળ દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના સીલાકોટા અને હાલ ખોડલા ગામે રહેતા શ્રમિકોના બાળકો સવારે 10.55 કલાકના સુમારે કેટલ ફીડના પ્રાંગણમાં રમતા હતા. ત્યારે પુરઝડપે આવેલી કાર નં. જીજે. 27. એ. એ. 0168ના ચાલકે પ્રાંગણમાં કાર ઘુસાડી દઇ સહદેવભાઇ સુરેશભાઇ ડામોર (ઉ.વ. 6), ચિરાગ જાનુભાઇ તડવી (ઉ.વ. 6) અને ધામાબેન દીપાભાઇ માવી (ઉ.વ. 18)ને ટક્કર મારી ફંગોળ્યા હતા. જેમાં સહદેવનું ઘટના સ્થળે મોત થયું હતુ. જ્યારે ચિરાગનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

અકસ્માત બાદ ચાલક કાર મુકીને નાસી છુટ્યો હતો. જોકે, અકસ્માતની ઘટનાના સીસીટીવી માં કેદ થઈ છે. ત્યારે આ અંગે સુરેશભાઇ મણીલાલ ડામોરે કાર ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×