गुजरातपाटन जिला

રાધનપુર વોર્ડ નંબર 1 માં ગંદકીનું સામ્રાજ્ય 4 માસ થી જાહેર રસ્તા પર ગંદકી એટલી હદે છેકે ત્યાંથી ચાલવું મુશ્કેલ

રાધનપુર વોર્ડ નંબર 1 માં ગંદકીનું સામ્રાજ્ય 4 માસ થી જાહેર રસ્તા પર ગંદકી એટલી હદે છેકે ત્યાંથી ચાલવું મુશ્કેલ

રાધનપુર પાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1 છેલ્લા 4 માસ થી જાહેર રસ્તા પર એટલી હદે ગંદકી છેકે ત્યાંથી ચાલવું મુશ્કેલ બન્યું છે. ઊંઘતી નગરપાલિકા ના જાડી ચામડીના અધિકારી સ્થળ પર મુલાકાત લેવા માંગ કરી હતી જાહેર રસ્તા પર ખદબદી રહેલ ગંદકી ની સમસ્યા અનેક વાત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકો નો પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાધનપુર નગર પાલિકા વોર્ડ નંબર 1માં છેલ્લા ચાર માસ થી જાહેર રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય ના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકો જાતે ગટર સાફ કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકો દ્વારા ત્યાંથી પસાર થતી ગટર ને અવાર નવાર સાફ સફાઈ કરવા છતાં શહેરી વિસ્તારની ગટર હોવાના કારણે જાહેર રસ્તા પર ઉભરાઈને જાહેર રસ્તા પર ફરી વળી છે ત્યાંથી અવરજવર પણ ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. પરંતુ અસહ્ય ગંદકી અને કચરાના ઢગલાના કારણે માથુ ફાડી નાખે તેવી દુર્ગંધ મારે છે. જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. આ ઉપરાંત મચ્છરો અને માખીનો ભારે ઉપદ્રવ થતા રોગચાળો ફેલાવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.વોર્ડ નંબર 1 ના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આ અંગે પાલિકાના જવાબદાર અધિકારીઓ સમક્ષ વારંવાર મૌખિક રજુઆતો કરવા છતાં પણ કોઇ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે લોકોમાં પણ ભારે રોષ સાથે નારાજગી જોવા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×