गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ એપીએમસી ખાતે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના 1000 રોપાના વિતરણ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

 

એપીએમસી માં ફરજ બજાવતા સફાઈ કર્મચારી અને ચોકિયાતોને રેઇનકોટ વિતરણ કરી ગરમા ગરમ ગોટાની મિજબાની માણી: પાટણ એપીએમસી ખાતે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત દેશી કૂળના 1000 રોપાઓનું વિતરણ તેમજ એપીએમસીમાં ફરજ બજાવતા સફાઈ કામદારો અને રખેવાળી કરતાં ચોકિયાતોને રેઈનકોટ અપૅણ કરવાની સાથે એપીએમસી પરિવાર સાથે સૌ વેપારીઓ, મહેતાજીઓ,મજુરો સહિતનાઓએ સમૂહમાં ગરમા ગરમ ગોટાની જિયાફત માણવાનો ત્રિવિધ કાર્યક્રમ એપીએમસી ના ચેરમેન ના અધ્યક્ષ પદે આયોજિત કરવામાં આવ્યો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક વૃક્ષ મા કે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના રોપાઓનું વિતરણ કરવાનો તેમજ સરદાર ગંજ બેંકના સૌજન્યથી માર્કેટયાર્ડ માં ફરજ બજાવતા સફાઈ કામદારો અને ચોકિયાતોને વરસાદની ઋતુમાં રક્ષણ મળી રહે તે માટે રેઈનકોટનું વિતરણ અને ચોમાસાની ઋતુમાં માર્કેટયાર્ડ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત એક વૃક્ષ માં કે નામ અભિયાન દરમિયાન માર્કેટયાર્ડમાં કામ કરતાં તમામ નાના-મોટા સૌ કર્મચારીઓ, વેપારીઓ અને માર્કેટ યાર્ડ પરિવારના સભ્યો ને દેશી કુળના 1,000 થી વધુ વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને દરેકને આ વૃક્ષનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. તો એપીએમસી માં કાર્યરત ધી સરદાર ગંજ મર્કેન્ટાઈન કોર્પોરેટર બેંકના સૌજન્યથી એપીએમસી માં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને રખેવાળી કરતાં ચોકિયાતોને ચોમાસામાં રક્ષણ મળી રહે તે માટે રેઈનકોટ નું  વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×