गुजरातटॉप न्यूज़पाटन जिला

રખડતા ઢોરોની અડફેટે ચડેલા એકટીવા ચાલકને ગંભીર ઈજા પહોંચતા 108 દ્વારા સારવાર માટે ખસેડાયો

પાલિકા દ્વારા રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ દરમિયાન રખડતા ઢોરોના માલિક દ્વારા ઢોરોને રોડ પર દોડાવતા એકટીવા ચાલક અડફેટે ચડ્યો પાલિકાની ઢોર ડબ્બાની ઝુંબેશ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રખડતા ઢોરોના માલિકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ

 

ભગવાન જગન્નાથની રથયાત્રા ને લઈને ચાલુ સાલે રથયાત્રાના રૂટને લંબાવવામાં આવ્યો છે. ચાલુ સાલે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા બગવાડા દરવાજા થઈને રેલ્વે સ્ટેશન,મધુકુજ સોસાયટી, રેલવે ગરનાળા,બી એમ હાઇસ્કુલ, આનંદ સરોવર થઈને સુભાષચોક અને ત્યારબાદ નિત્ય રૂટ મુજબ રથયાત્રા નીકળવાની હોય ઉપરોક્ત માર્ગ પરથી રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા શાંતિ સમિતિની બેઠકમાં થયેલ રજૂઆત ને ધ્યાનમાં રાખીને પાલિકાની ઢોર ડબ્બા  ટીમ દ્વારા શનિવાર ના રોજ આનંદ સરોવર નજીક રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જે ઝુંબેશ દરમિયાન કેટલાક રખડતા ઢોરોના માલિકો દ્વારા પોતાના ઢોરોને માર્ગ પરથી ભગાડતા માર્ગ પરથી પસાર થઈ રહેલ એક એકટીવા ચાલકને રખડતા ઢોરે અડફેટમાં લેતા એકટીવા ચાલક રોડ પર પટકાયો હતો જેને લઈને તેઓને ગંભીર ઇજાઓ પહોંચવાની સાથે એકટીવા ને પણ નુકસાન પહોચ્યું હતું. ઈજાગ્રસ્ત રાહદારી ની ધટના બાબતે માગૅ પરથી પસાર થતાં લોકો એ 108 ને જાણ કરતા 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત એકટીવા ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પાટણ નગરપાલિકા દ્વારા રથયાત્રા નિમિત્તે હાથ ધરાયેલી રખડતા ઢોરોને ડબ્બે કરવાની જુમ્બેશ દરમિયાન રખડતા ઢોરોના માલિકો દ્વારા  પોતાના રખડતા ઢોરો ને માર્ગો પર દોડાવતા  આવા અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. ત્યારે રખડતા ઢોર ને ડબ્બે કરવાની પાલિકાની ઝુંબેશ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ફાળવી આવા રખડતા ઢોરોના માલિક સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક  માંગ પ્રબળ બની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×