गुजरातपाटन जिला

પાટણ જિલ્લાના સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠાની રેકો ભરતાં મજુરોએ સરકારના આદેશ મુજબ બપોરે 12 થી 4 મજુરી કામ બંધ રાખ્યું

 

હાલ સમગ્ર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં ગરમીનું ભારે પ્રમાણ વધ્યું છે. સતત ગરમી નો પારો વધી રહ્યો છે.ત્યારે હિટ વે અને સખત ગરમીનેધ્યાનમાં લઇને સરકારશ્રીના આદેશ પ્રમાણે રેલવે વિભાગ અને પોલીસ વિભાગે ચુસ્ત પાલન કરાવ્યું છે.પાટણ ના સાંતલપુર રેલવે સ્ટેશન ખાતે ગરમીના કારણે મીઠાની રેંકો બપોરે 12:00 થી 4:00 વાગ્યા સુધી ના સમય દરમ્યાન ન ભરવાના સરકાર ના આદેશને અમલમાં મુકવા રવિવારે રેલવે વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન આપી સરકાર ના આદેશ નું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવ્યું હતું.

સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠા ની રેકો ભરવાની કામગીરી કરતાં મજુરોને બપોરે 12 વાગ્યા થી 4 વાગ્યા સુધી મીઠા ની રેન્કો ભરવાની કામગીરી બંધ રાખવાનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવ્યો હતો. પાટણ ના સાંતલપુર ખાતે મોટા પાયા પર મીઠા ઉદ્યોગ આવેલો છે. આવા ઉધોગો ની જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે અને સાતલપુર થી દેશ વિદેશમાં મીઠું સપ્લાય કરવામાં આવે છે.હાલમાં ગરમી ના પ્રકોપથી 45 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે ત્યારે આવી ગરમીમાં સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠા ની રેન્કો ભરવાની કામગીરી કરતાં મજુરો ને બપોરે 12 થી 4 ના સમય

દરમ્યાન રેન્કો ન ભરવા સરકાર દ્વારા કરાયેલા આદેશ અનુસાર અને ગરમીના કારણે મજુર વગૅ ના લોકોના હિતને લઇને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે. અને ભારે ગરમીના કારણે સરકારના આદેશને ધ્યાનમાં રાખીને રવિવારે રેલવે વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠા ની રેન્કો ભરતાં મજુરો પાસે  બપોરે 12 થી 4 સુધી કામ ન કરાવવા અને સરકાર ના આદેશ નું ચુસ્ત પાલન કરવા સુચના સાથે માગૅદશૅન અપાતા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ સરકારના આદેશનું પાલન કરી ગરમીની અંદર મીઠા ની રેંન્કો ભરવાની કામગીરી બપોર ના સમયે બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×