गुजरातगुड मॉर्निंग न्यूज़

ઐઠોર-ઊંઝા રોડ પર 15 દિવસ પહેલા તંત્રએ પુરેલા ખાડા ફરીથી પડ્યા.

ઊંઝા ઉમિયા માતાજીનું મંદિર, ઐઠોર ગણપતિ દાદાનું મંદિર અને રબારી સમાજનું તરભમાં વાળીનાથ મંદિર આ બધા જગવિખ્યાત મંદિરો રોડ પર લાઈનમાં માત્ર 5 કિલોમીટર ના વિસ્તારમાં જ આવેલા છે,

 

દર વર્ષે લાખો ભક્તો દૂર દૂરથી અહીં દર્શનાર્થે આવતા હોય છે અને તે સિવાય પણ પુષ્કળ વાહનોની હેરફર ચોવીસે ક્લાક ચાલુ હોય છે.

ઐઠોરના જાગૃત નાગરિક આશિષ પટેલના જણાવ્યા મુજબ ઐઠોર- ઊંઝા રોડ પર સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે આગળ મારી ફરિયાદના આધારે આજથી આશરે 15 દિવસ પહેલા બધા ખાડા પુરવામાં આવ્યા હતા,

પણ તે સમયે સરખું રીપેરીંગ કે યોગ્ય માત્રામાં સામાન ના વાપરવાના કારણે થોડા દિવસમાં જ ફરીથી પહેલા કરતા વધુ મોટા ખાડા અનેક ઠેકાણે પડી ગયા છે,

તંત્ર જાણે મોટા અકસ્માત ની રાહ જોઈને બેઠું હોય એવુ લાગે છે.

અંધારા કે ચાલુ વરસાદમાં વાહન ચાલકોને આ ખાડા ના દેખાય તો જીવનુ ઝોખમ આવી પડે તેમ છે.

ઊંઝાથી ઐઠોર રોડ પર સેંભ્રીયા ગોગા મહારાજ, કેવલેશ્વર મહાદેવ, શિવરામ કાકાના બોર આગળ, અને ગણેશ ફેક્ટરી જેવી અનેક જગ્યાએ પડેલ મોટા ખાડાઓને વહેલામાં વહેલી તકે યોગ્ય રીતે દબાણ અને લેવલ કરી કાયમ માટે સારી રીતે પુરવામાં આવે તેવી મારી સ્થાનિક તંત્રને રજૂઆત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×