Uncategorizedटॉप न्यूज़राज्य

ભુજમાં નજીવી બાબતે પરિવાર પર એસિડ એટેક અને મારામારી, બે લોકો દાઝ્યાં

ભુજમાં નજીવી બાબતે પરિવાર પર એસિડ એટેક અને મારામારી, બે લોકો દાઝ્યાં

ભુજમાં નજીવી બાબતે પરિવાર પર એસિડ એટેક અને મારામારી, બે લોકો દાઝ્યાં

ભુજમાં નજીવી બાબતે પરિવાર પર એસિડ એટેક અને મારામારી, બે લોકો દાઝ્યાં

ભુજમાં નજીવી અસામાજિક તત્ત્વોએ એક પરિવાર પર એસિડ એટેક અને મારામારી કરી હતી. આ ઘટનામાં ભોગ બનનાર પરિવારના બે લોકો દાઝ્યા હતા અને કુલ 9 લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. 

ભુજના સરપટ નાકા વિસ્તારમાં લગ્ન પ્રસંગવાળા ઘરમાં આ પરિવાર પર એસિડ એટેક થયો છે. સ્કૂટર સ્પીડમાં ન ચલાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં મારામારી થયા બાદ આરોપીઓએ પરિવારના સભ્યો પર એસિડ જેવું પ્રવાહી  છાંટ્યું હતું અને સાથે ધોકા,પાઈપ, કુહાડી વડે પરિવારની મહિલાઓ સહિતના અન્ય સભ્યોને માર માર્યો હતો.

પીડિત પરિવારના સભ્ય તાહીર ભટ્ટીએ જણાવ્યું કે તેમના ભાઈ, 3 ભત્રીજા, બનેવી, ભાભી અને પત્ની પર 7થી 8 લોકોએ એસિડ એટેક  કર્યો છે. ઘરમાં લગ્ન હોવાથી સ્પીડમાં વાહનો ન હંકારો તેવો ઠપકો આપતા ખત્રી પરિવારના લોકો ઉશ્કેરાયા હતા અને લોખંડના પાઇપ, ધારિયા, ધોકા અને ડોલ તેમજ પ્લાસ્ટિકના જગમાં એસિડ ભરીને લાવી પરિવાર પર છાંટ્યું હતું. 

આ સમગ્ર મામલે પીડિત પરિવારના નિવેદનને આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં  આવી છે. પોલીસે આદમ અજીજ ખત્રી, અજીજ ખત્રી તથા ઈબ્રાહીમ અજીજ ખત્રી, સતાર ખત્રી તથા તેમની સાથે આવેલ 4થી 5 અજાણ્યા લોકો સામે ઈ.પી.કો. કલમ 326(A), 324, 323, 294(ખ), 506(2), 143, 147, 148, 149 તથા જીપી એક્ટ 3-135 મુજબ ગુન્હો નોંધ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×