टॉप न्यूज़राजनीतिराज्य

સાબરકાંઠા બેઠક પર ભાજપની મુશ્કેલીઓ વધી, ભીખાજીના સમર્થનમાં મેઘરજમાં બજારો સજ્જડ બંધ, કમલમ ખાતે ઉમટી પડ્યા કાર્યકરો

  • સાબરકાંઠા બેઠક પર ભાજપની મુશ્કેલીઓ વધી, ભીખાજીના સમર્થનમાં મેઘરજમાં બજારો સજ્જડ બંધ, કમલમ ખાતે ઉમટી પડ્યા કાર્યકરો

 સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ માટે મુશ્કેલીઓ વધી છે. પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, જો કે તેમની અટકને કારણે ઉભા થયેલા વિવાદથી ભાજપે ભીખાજીની ટિકિટ પાછી ખેંચી શોભનાબેન બારીયાને ટિકિટ આપી. 

ભાજપે ઉમેદવાર બદલીને થોડા મહિનાઓ પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને ટિકિટ આપતા ભાજપના વર્ષો જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તાઓમાં હવે રોષ જોવા મળ્યો છે. અને આ કાર્યકર્તાઓ હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ અને વિડિયો વાયરલ કર્યા છે.

તો બીજી બાજું ભીખાજીની ટિકિટ પાછી લઈ લેવામાં આવતા ભીખાજીના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે. 

આજે ભીખાજીના સમર્થનમાં મેઘરજના વેપારીઓ સજ્જડ બંધ પપાળી ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો. બે હજાર જેટલા સમર્થકો મોડાસામાં જિલ્લા કમલમ કર્યાલય ખાતે રેલી સ્વરૂપે આવી ભીખાજી ઠાકોરને જ્યાં સુધી ભાજપ ટિકિટ ન આપે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાનું સમર્થકના આગેવાને જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×