Uncategorizedटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પાથી ભદ્રાડા રોડ પર જીપ પિકઅપ ડાલાના ચાલકો ઓવરલોડ મુસાફરો ભરીને કોની રહેમ નજર હેઠળ વાહન ચલાવી રહ્યા છે..!!

પાટણ જિલ્લાના

સમી તાલુકાના બાસ્પાથી ભદ્રાડા રોડ પર જીપ પિકઅપ ડાલાના ચાલકો ઓવરલોડ મુસાફરો ભરીને કોની રહેમ નજર હેઠળ વાહન ચલાવી રહ્યા છે..!!

પાટણ જિલ્લાના સમી તાલુકામાં વાહન ચાલકો બેફામ વાહનમાં ઓવેરલોડ મુસાફરો ની સવારી કરતા જણાઈ આવતા જોખમી સવારી મુસાફરો ની જણાઈ રહી છે.સમી તાલુકાના બાસ્પાથી ભદ્રાડા રોડ પર જીપ પિકઅપ ડાલાના ચાલકો ઓવરલોડ મુસાફરો ભરીને કોની રહેમ નજર હેઠળ વાહન ચલાવી રહ્યા છે તે પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.

સમી તાલુકાના બાસ્પા ગામથી ભદ્રાળા રોડ ઉપર દોડતી પીકઅપ ડાલામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શનિવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં દાદકા બસ સ્ટેન્ડ ઉપર થઈ વધુ પડતા મુસાફરો બેસાડી વહન કરતા પીકઅપ ડાલાની આ તસવીર છે.જેમાં અહીંયા ઓવરલોડ ભરીને બાસ્પાથી કનીજ દાદકા અને ભદ્રાળા રોડ ઉપર પીકઅપ ડાલાના ચાલકો દોડી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ સમી થી રાધનપુર હાઇવે પર જીપ અને ઇકકો ગાડી માં અવર નવાર આવા દ્રશ્યો જોવા મળે છે ત્યારે ઓવરલોડ મુસાફરો ભરીને જઈ રહેલ ચાલકો સામે કોની રહેમ નજર છે તે એક પ્રશ્ન ઊભો થાય છે. 

સમી રાધનપુર હાઇવે પરના ઓવરલોડ મુસાફરો ભરીને જતા જીપ ચાલકો અને ઇક્કૉ ચાલકો નાં દૃશ્યો વારંવાર આવા જોવા મળે છે.છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી તે ચોક્કસપણે કહી સકાય તેવું છે.કારણ કે થોડા સમય અગાઉ પણ ઈક્કો ગાડીમાં ઓવરલોડ મુસાફરો ભરીને આવતી ઈકકો ગાડી રાધનપુર પહોચી હતી જે દૃશ્યો જોવા મળ્યા હતા જે ઈકો ગાડીમાં મુસાફરો નાં પગ રોડ પર જાણે લટકતા હોય તે રીતે પાછળ નો દરવાજો બંધ કરી પગ બહાર લટકાઈ રહ્યા હતા જે બાદ ફરી વધુ એકવાર જીપ નાં દૃશ્યો સર્જાયાં હતાં. ત્યારે મોતની મુસાફરોને સવારી કરાવતા ડ્રાઇવરો પર રોક લગાવવા ક્યારે યોગ્ય પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું.આવા વાહન ચાલકો સામે રહેમ નજર કોની છે અથવા તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×