क्राइमटॉप न्यूज़राज्य

પત્નીના પ્રેમીને પાર્સલ મોકલાવ્યું , ખોલતા જ બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીનાં મોત : આરોપી પતિ ઝડપાયો

પત્નીના પ્રેમીને પાર્સલ મોકલાવ્યું , ખોલતા જ બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીનાં મોત : આરોપી પતિ ઝડપાયો

વડાલી તાલુકાના વેડા છાવણી ગામમાં રહી છૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવનાર વણઝારા પરિવારને કોઇ અજાણ્યો યુવક રિક્ષામાં પાર્સલ આપી ગયો હતો અને આ પાર્સલ ખોલતાં જ અચાનક બ્લાસ્ટ થતાં પિતા-પુત્રીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ. અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હિંમતનગર સિવિલ ખસેડાયા હતા.

પોલીસે પાર્સલ આપવા માટે આવેલા રિક્ષાચાલકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. તેમજ સીસીટીવી ફૂટેજ જોતાં એક એક્ટિવાચાલક રિક્ષાના ચાલકને પાર્સલ આપતો હોવનું જોવા મળ્યું હતું. જેના આધારે પોલીસે આરોપીને ખેડબ્રહ્માના કરુંડા ગામથી ઝડપી પાડ્યો હતો. આરોપીની પત્નીના મૃતક સાથે સંબંધો હોવાથી આ કાવતરૂ રચ્યું હોવાનું જણાવ્યું હતું. 

વડાલી તાલુકાના વેડા છાવણી ગામના જીતેન્દ્રભાઇ વણઝારા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એમના પરિવારમાં તેમની પત્ની સહિત બે બાળકો હતા. ગુરુવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ જીતેન્દ્રભાઇ ઘરે બેઠા હતા ત્યારે તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો કે, તમારૂ પાર્સલ આવ્યું છે. જેથી જીતેન્દ્રભાઇ પાર્સલ લેવા માટે વેડા છાવણી ગામના ઝાંપે ગયા હતા. દરમિયાન કોઇ અજાણ્યો યુવક રિક્ષામાં આ પાર્સલ લઇને આવ્યો હતો.જીતેન્દ્રભાઇ વણઝારા પાર્સલ ઘરમાં ખોલતા જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકો અટલો જોરદાર હતો કે, એક કિલોમીટરની આસપાસના વિસ્તારમાં તેનો અવાજ ગુંજી ઉઠ્યો હતો.

આ ઘટનામાં જીતેન્દ્રભાઇ વણઝારા અને ૧૨ વર્ષની પુત્રી ભૂમિકાનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં અન્ય બે બાળકી છાયા વણઝારા (ઉ.વ.૯), શિલ્પા વણઝારા (ઉ.વ.૧૨)ને પણ ગંભીર ઇજા થઇ હતી. 

NSG, ક્રાઇમ બ્રાંચ અને ATS તપાસમાં જોડાઇ

રાજ્યના ગૃહવિભાગે તાકીદે આ મામલે ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીની ટીમને સમગ્ર કેસની તપાસ માટે સક્રિય કરી છે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વ જ બનેલી આ ઘટનાને પગલે એનએસજી, એનઆઇએ સહિતની એજન્સીઓના અધિકારીઓએ પણ પહોંચીને તપાસ શરૂ કરી છે.

પરિવારજનો શું કહે છે?

સમગ્ર ઘટનાથી ભયભીત પરિવારજનોએ જણાવ્યું હતું કે, રિક્ષાચાલક પાર્સલ આપીને રવાના થઈ ગયો હતો. જોકે, જીતેન્દ્રભાઇએ પાર્સલ આવી ગયું હોવાની વાત કરતા પરિવારના અન્ય સદસ્યો પણ પાર્સલમાં શું છે તે જોવા માટે દોડી આવ્યા હતા અને પાર્સલ ખોલતાંની સાથે ધડાકો થયો હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.

ધરોઈ ત્રણ રસ્તા પાસે એક્ટિવા પર આવેલા બે યુવકોએ રિક્ષાચાલક શંકરભાઈને રિક્ષા ભાડુ રૂ. ૨૦૦ આપી પાર્સલ વેડા છાવણી ગામે રહેતા જીતેન્દ્રભાઇ વણઝારાના ઘરે પહોંચાડવા કહ્યું હતું. જોકે, પોલીસે રિક્ષાચાલકને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા ભાંડો ફૂટ્યો હતો.

FSLની ટીમ પહોંચી

આ બ્લાસ્ટની ઘટનાની તપાસ માટે વેડા છાવણી એટીએસ, બીડીડીએસ તથા ફોરેન્સિક એક્સપર્ટ અધિકારીઓની ટીમ પહોંચી ગઇ છે અને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×