गुजरातटॉप न्यूज़पाटन जिलाराज्य

પાટણ જિલ્લાના રાધનપુર વારાહી નેશનલ હાઈવે માર્ગ પર ત્રણ ટ્રેલર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા એક મોત : એક વ્યક્તિ સારવાર હેઠળ

પાટણ જિલ્લાના

  1. રાધનપુર વારાહી નેશનલ હાઈવે માર્ગ પર ત્રણ ટ્રેલર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા એક મોત : એક વ્યક્તિ સારવાર હેઠળ

ઇજાગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડી ફસાયેલા ઈસમોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

પોલીસે ધટના સ્થળે પહોંચી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી: પાટણ જિલ્લાના વારાહી હાઇવે માગૅ પર રવિવારે વહેલી સવારે ત્રિપલ અકસ્માત ની ધટના સજૉતા એક વ્યક્તિ નું મોત હોવાની સાથે અકસ્માત ગ્રસ્ત વાહનોમાં ફસાયેલા અન્ય કેટલાક ઈજાગ્રસ્ત ઈસમો ને ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ ત્રિપલ અકસ્માત ની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના વારાહી માગૅ પરથી રવિવારે વહેલી સવારે પસાર થઇ રહેલા ત્રણ ટ્રેલરો વચ્ચે અગમ્ય કારણોસર અકસ્માત ની ધટના સજૉતા ચકચાર મચી જવા પામી હતી.તો આ અકસ્માત ની આજુબાજુના લોકો સહિત હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકો ના ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં.

ટ્રેલરો વચ્ચે સજૉયેલ આ ત્રિપલ અકસ્માત માં એક વ્યક્તિ નું ગંભીર ઈજાઓ ના કારણે ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું જયારે એક વ્યક્તિ નું સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રિપલ અકસ્માત દરમ્યાન અકસ્માત ગ્રસ્ત સાધનોમાં ફસાયેલા અન્ય ઈસમો ને ક્રેઈનની મદદથી પતરા ચિરી વાહનો દુર કરી ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ત્રિપલ અકસ્માતની ધટના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી. પાટણ જિલ્લાના રાધનપુર વારાહી નેશનલ હાઈવે ઉપર રવિવારે સવારે સજૉયેલ ત્રણ ટેલર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ટ્રેલરના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×