गुजरातटॉप न्यूज़पाटन जिलाराज्य

સિધ્ધપુર : પૈસાની ઉઘરાણી મામલે એક જ સમાજનાં બે પક્ષો વચ્ચે મારામારી

સિધ્ધપુર : પૈસાની ઉઘરાણી મામલે એક જ સમાજનાં બે પક્ષો વચ્ચે મારામારી

સિધ્ધપુર તાલુકાનાં આંકવી ગામે રહેતા અને સિધ્ધપુરમાં ફોટો સ્ટુડિયો ચલાવતા મનોજકુમાર ડાહ્યાલાલ પટેલ સાથે એક મહિના પૂર્વે લગ્નપ્રસંગે ગામનાં પાર્થ પટેલ એલ.ઈ.ડી. લગાવવાનું કામ કરતાં નિલ પટેલ પાસેથી રૂા. 5000 અને અંકુર પટેલ પાસેથી રૂા. 7000 લીધા હતા. આ બંને જણાએ પાર્થ પટેલ પાસે પોતાનાં પૈસાની ઉઘરાણી કરતાં આ પૈસા પાર્થ પટેલે કબૂલ કરાવ્યા હતા અને બંને જણાને એક મહિનામાં પૈસા પરત કરવાની વાત કરી હતી. આજે એક મહિનાનો સમય પૂરો થતો હોવાથી નીલ પટેલે પાર્થ પટેલે પાસે તેનાં લેવાનાં નિકળતા પૈસા માંગણી કરી હતી. જેથી પાર્થે તેને કહેલ કે, જેણે પૈસા કબુલ્યા છે તેની પાસેથી લઈ લો. તેમ કહેતાં નિલ પટેલે, મનોજ પટેલને ફોન કરી પૈસા ઉઘરાણી કરતાં મનોજે પાર્થને એ બાબતે જાણ કરીને પૈસા આપવા કહ્યું હતું. તે અંગે પાર્થનાં પિતા ભરતભાઈને પણ તે અંગે જાણ કરી હતી.

રાત્રે મનોજનાં ઘેર ધોકો અને ચપ્પુ તથા અન્ય દિક્ષીત પટેલે વિકો અને એક અજાણ્યો શખ્સ પણ પાર્થ પટેલ સાથે આવીને ગાળો બોલી હતી ને પાર્થ પટેલે મનોજને કહેલ કે, “પૈસા આપી દેવા બાબતે આટલો ડાહ્યો કેમ થાય છે ? અને ઘરે આવીને ઉઘરાણી કેમ કરે છે? તેમ કહી મનોજને ધોકા ચપ્પાથી તથા તેનાં પિતાને પણ મારતાં ઈજાઓ પહોંચી હતી. તેઓને 108 માં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

આ બનાવ અંગે સામા પક્ષે ભરતભાઈ દ્વારકાદાસ પટેલ રે. આંકવી, તા. સિધ્ધપુરવાળાએ પણ મનોજભાઈ પટેલ, સાગર ચૌધરી, હિતેશ પટેલ અને રાજ પટેલ સામે ફરીયાદ નોંધાવીને આક્ષેપ કર્યો હતો કે મનોજે તેમનાં દિકરા પાર્થ પાસે પૈસાની માંગણી કરી માર મારી ધમકી આપી હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×