गुजरातटॉप न्यूज़पाटन जिलाराज्य

પાટણના વિવિધ વિસ્તારોમાં ઉનાળો શરૂ થતા ની સાથે જ ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની બુમરાડ ઉઠી

પાટણના વિવિધ વિસ્તારોમાં ઉનાળો શરૂ થતા ની સાથે જ ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની બુમરાડ ઉઠી

શહેરના ટેલીફોન એક્સ ચેન્જ નજીકના શ્લોક ફ્લેટમાં છેલ્લા 15 દિવસ થી પાણી ઓછું આવતું હોવાની ફરિયાદને લઇ પાલિકાએ કામગીરી હાથ ધરી ઉનાળો શરૂ થતા ની સાથે જ પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ઓછા ફોર્સ થી આવતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે ત્યારે શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ જીવનધારા સોસાયટી તરફ જવાના માર્ગ પરના શ્લોક ફ્લેટમાં છેલ્લા 15 એક દિવસથી પાણી ખૂબ જ ઓછા ફોર્સ થી આવતું હોવાની હૈયાવરાળ વ્યકત કરતાં વિસ્તારના રહીશોએ પાલિકા તંત્ર ને રજુઆત કરવામાં આવી હતી.

ત્યારે રહીશોની રજુઆત પગલે ગુરૂવારે પાલિકાની વોટર વકૅ શાખાની ટીમે જેસીબી મશીન ની મદદ વડે સમસ્યા નું નિરાકરણ લાવવાની કામગીરી શરૂ કરી હતી. કમૅચારીઓએ કેનાલ માગૅ નજીક જેસીબી મશીન ની મદદથી મુખ્ય પાઈપ લાઈન ખોલી પાઈપ લાઈનની સફાઇ કામગીરી હાથ ધરી શ્લોક ફ્લેટના રહીશોની ઓછા ફોર્સથી પાણી આવવાની સમસ્યાને હલ કરવાનો પ્રયાસ હાથ ધરતા ફ્લેટના રહીશોએ પાલિકાની વોટર વકૅ શાખાની કામગીરીને સરાહનીય લેખાવી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×