गुजरातटॉप न्यूज़पाटन जिला

શંખેશ્વર : તલાટીએ સરકારી જમીનમા ખોદકામ થતું હોવાની જાણ મામલતદારને કરી,મામલતદારને સ્થળ પર કોઈ ન મળતાં તપાસ ના કરી

તલાટી એ મામલતદાર ને જાણ કરી છતાં કાર્યવાહી કેમ ના કરી

શંખેશ્વર : તલાટીએ સરકારી જમીનમા ખોદકામ થતું હોવાની જાણ મામલતદારને કરી,મામલતદારને સ્થળ પર કોઈ ન મળતાં તપાસ ના કરી 

તલાટી એ મામલતદાર ને જાણ કરી છતાં કાર્યવાહી કેમ ના કરી

પાટણ જિલ્લાના રાધનપુર,સાંતલપુર,શંખેશ્વર,સમી,સાંતલપુર વિસ્તારમાં અનેકવાર ખનન ચોરી સામે આવતી હોય છે.જ્યારે સરકારી,ગૌચર અને પ્રાઇવેટ જમીનો સરકારી રોયલ્ટી લીધા વગર આડેધડ ખનન થઈ જતું હોય છે અને જ્યારે ખનન થઈ જાય છે ત્યારે સરકારી તંત્ર ના જવાબદાર કર્મચારીઓ સ્થળ પર તપાસ કરવા જતાં હોય છે પરંતુ એ સમયે ખનન કરતા વાહનો કે ખનન કરતા માલિક નું નામ આવતું નથી અને તપાસ ચાલુ છે તેવું ઘણો સમય વિતી જવા છતાં એ જ શબ્દો તેમના મુખે જોવા મળતા હોય છે. અને છેલ્લે તપાસ કરતા કોઈ મળી આવતું નથી તેવું કહી આખી મેટર દબાઈ જાય છે. અને સરકારી તિજોરીને નુકસાન થતું હોય છે. આવું અનેકવાર જોવા મળતું હોય છે ત્યારે ફરી આવો કિસ્સો શંખેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં સામે આવ્યો છે.

કુંવર ગામની સરકારી જમીન ખોદાઈ ગઈ

પાટણના શંખેશ્વર તાલુકાના કુંવર(રાજપુરા) ગામે આવેલ સર્વ નં. 829 જે પવન ચક્કીની બાજુમાં આવેલ સરકારી સર્વે નંબર છે. આ સર્વે નંબર સરકારી હોવાથી ખનન મંજૂરી ના મળી શકે અને જ્યારે સરકારી મિલકત ને કોઈ નુકશાન પહોચાડે કે સરકારી જમીન ચોરી છુપી થી ખોદાણ કરે તો તે જમીન બચાવવાની જવાબદારી સ્થાનિક તલાટી અને મામલતદારની છે. જ્યારે આવી સરકારી જમીનમાં જ્યારે ખનન ચોરી થતી હોય તે અટકાવવું મામલતદાર ,તલાટી ની હોવા છતાં પણ ખનન અટકાવ્યું નથી જેથી શંખેશ્વર મામલતદાર અને તલાટી ની મીલીભગત હોવાની શંકા જાય છે.

તલાટી એ મામલતદાર ને જાણ કરી છતાં કાર્યવાહી કેમ ના કરી

શંખેશ્વર ના કુંવર ગામની સરકારી જમીન ખનન થતું હતું તે સમયે રેવન્યુ તલાટી રજા ઉપર હતા.પરંતુ તલાટીને આવું ખનન થતું હોવાની જાણ થતાં મામલતદાર ને જાણ કરી હતી.મામલતદાર સ્થળ પર તપાસ કરવા જાય છે સ્થળ પર સરકારી જમીનમાં ખનન પણ થયેલ છે.મામલતદાર અહીંનો નજારો જોઈને પાછા આવે છે.સરકારી જમીન ખોદાઈ હોવા છ્તાં સાહેબના પેટનું પાણી હલતું નથી અને સ્થળ પરથી પાછા શંખેશ્વર ઓફિસે આવી જાય છે.ફરી તલાટી ખનન થાય છે તેવું મામલતદાર ને કહે છે. મામલદાર ફરી સ્થળ પર જાય છે ગામ લોકોને ખનન કોણે ? કર્યું તેવું પૂછે છે.ગામલોકો ને ખબર નથી તેથી મામલતદારને આ બાબતે કઈ જણાવતા નથી પરંતુ મામલતદાર ખનન આજુબાજુની સોલાર કંપનીઓ માં તપાસ કરવા જતાં નથી મૌન સેવી પાછા આવે છે અને લોકસભાની ચૂંટણીમાં લાગી જાય છે.મામલતદાર બ્બે વખત સ્થળ પર ગયા હોવા છ્તાં ખાણખનીજ ખાતા ને રિપોર્ટ કે થતી કાર્યવાહી કરતા નથી.ત્યારે મામલતદાર પણ આ પ્રકરણમાં સામેલ હોય તેવી શંકા જોવા મળી રહી છે.માની લઈએ ચૂંટણી સમયે તેમને કામનું ભારણ હશે પણ જ્યારે સરકારી મિલકત ને નુકસાન થતું હોય ત્યારે કાર્યવાહી કરવી જરૂરી છે તેમણે કાર્યવાહી નથીકરી ત્યારે ફરી ખનન ચોરી રહી છે.મામલતદાર જો પોતાની ફરજ સમજી કાર્યવાહી કરી હોત તો ફરી ખોદાણ વધુ થયુંના હોત!!!

મામલતદાર ઉપેર  સવાલો ઉઠ્યા

જો મામલતદાર આ પ્રકરણમાં સામેલ ના હોત તો સોલર કંપનીઓ માં નાખેલ ખનન ની તપાસ કરી હોત? મામલતદાર સામેલ ના હોત તો પોતાની જવાબદારી નિભાવી હોત? સરકારી મિલકત ને થતું નુકસાન અટકાવવું જવાબદારી કેમ નિભાવી નથી તેવા અનેક સવાલો મામલતદાર સામે ઉઠી રહ્યા છે.મામલતદાર ને સરકારી જમીનમાં ખનન ચોરીની જાણ હોવા છતાં ચૂંટણી નું બહાનું બતાવી કાર્યવાહી કરી નથી એનો સીધો મતલબ મામલતદાર આ પ્રકરણમાં સંડોવાયેલા છે.અને તેમની ફરજ પર જ્યારે આવી બેદરકારી દાખવી છે એટલે જ ખનન ચોરી વિરુદ્ધ કાર્યવાહી નથી કરી અને કાર્યવાહી ના કરતા ખનન ચોરોએ વધુ ખનન ચોરી કરી હોવાની ચર્ચા જોવા મળી રહી છે.જેથી આ બાબતે મામલદારએ બેદરકારી દાખવી હોય અને તેમની બેદરકારી થી ખનન ચોરી થઈ હોય તો કલેકટર દ્વારા તટસ્થ તપાસ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.

શંખેશ્વર ના સરકારી જમીનમાં ખનન હજારો મેટ્રિક ટન થયું હોવાનો પુરાવો સ્થળ પર જોવા મળી રહ્યો છે. હજારો ટન ખનન ચોરી થયા બાદ મામલતદાર ચોરી કોણે કરી તે શોધી ના શક્યા,જો મામલતદાર જ્યાં ખોદાણ થયું ત્યાં આગળ ગયા હોત અને નવીન સોલારો માં જે સોલાર ચો તરફ રસ્તો બની રહ્યો છે તે પુરાણ માટે માટી ક્યાંથી લાવ્યા તે પૂછ પરછ કરી હોત તો સત્ય સામે આવી જાત,કાંતો સાહેબ સોલારની તપાસ કરતા ડરે છે અથવા સાહેબ સોલાર સાથે ભળી ગયેલ હોય તેવું જોવા મળી રહ્યું છે.સોલારમાં થયેલ પુરાણ અને ખોદાણ કરેલ ખનન એક જ માટી હોય તેવી શંકા?ગામ લોકોમાં એકજ ચર્ચા સોલાર પાર્કમાં માટી પુરાણ સરકારી જમીન ખોદી નાખી છે એવુ દેખાઈ રહુ છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×