गुजरातगुड मॉर्निंग न्यूज़टॉप न्यूज़राज्य

ડીસામાં બનાસ નદીના બ્રિજ પરથી પટકાતા યુવકનું અકાળે મોત

ડીસામાં બનાસ નદીના બ્રિજ પરથી પટકાતા યુવકનું અકાળે મોત

યુવકે આપઘાત કર્યો કે અકસ્માતે પડ્યો ? તેને લઈને રહસ્ય અકબંધ: ડીસાની બનાસ નદીના બ્રિજ પરથી યુવક નદીમાં પટકાતા મોત નીપજ્યું હતું.ત્યારે યુવકે આપઘાત કર્યો કે અકસ્માતે નદીમાં પડ્યો ? તેને લઈને રહસ્ય સર્જાયું છે. જેથી ડીસા તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે રહેતા સુરતુભા વિજુભા વાઘેલા (ઉંમર 40) ડીસા બનાસ નદીના પુલ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. યુવક નીચે ફટકાતા નીચે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. જોકે આ દરમિયાન યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ( 108 ) ઈમરજન્સી વાન આવતા મેડિકલ ઓફિસરે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવક કાંકરેજ તાલુકાના ઉંબરી ગામનો છે અને ચાર બાળકોનો પિતા પણ છે. તે છેક ડીસા આવી બનાસ નદીના પુલ પરથી કઈ રીતે પટકાયો ? તેવા સવાલ ઊભા થયા છે. તેણે આપઘાત કર્યો કે અકસ્માતે નીચે પટકાયો તે અંગે રહસ્ય સર્જાયું છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×