गुजरातटॉप न्यूज़पाटन जिलाराज्य

રાધનપુરના હેપ્પીમોલ નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે અસ્માત સજૉતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

રાધનપુરના હેપ્પીમોલ નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે અસ્માત સજૉતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

પાટણ જિલ્લામાં અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી વધુ એક ઘટના રાધનપુર ખાતે શનિવારે બનવા પામી હતી.જેમાં રાધનપુરના હેપ્પીમોલ નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે અક્સ્માત ની ઘટના ઘટી હતી જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

રાધનપુર ના તમામ હાઇવે માગૅ છેલ્લા કેટલાક સમયથી અકસ્માત ઝોન બન્યાં હોય તેમ અનેકવાર અકસ્માતની ઘટનાઓ સજૉતી જોવા મળતી હોય છે.અને છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાય નિર્દોષ લોકોના અકસ્માત દરમિયાન મોત નીપજ્યા છે. બે દિવસ અગાઉ રાધનપુર પાલનપુર હાઇવે ઉપર એક વૃદ્ધ મહિલા ના અકસ્માત થયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.

ત્યારે શનિવારે રાધનપુર વારાહી રોડ ઉપર આવેલ હેપીમોલ ની બાજુમાં રાધનપુરના ઈસ્માઈલભાઈ નાગોરી કોલાસા વાળા પોતાનું મોટર સાયકલ લઈને જતા હતા તે સમય દરમ્યાન માગૅ પરથી પસાર થતાં ટ્રેલર ચાલકે તેઓને ટકકર મારતાં ઈસ્માઈલભાઈ જમીન ઉપર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.અને ગંભીર ઈજાઓ ને કારણે ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજ્યું હતું.

રાધનપુર વારાહી રોડ ઉપર આવેલ હેપ્પી મોલની બાજુમાં રાધનપુરના ઈસ્માઈલભાઈ નાગોરી કોલાસા વાળાનું મોત થયું હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળા ધટના સ્થળે એકઠા થયા હતા.અને રાધનપુર પોલીસને જાણ કરવામાં આવતા રાધનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×