गुजरातटॉप न्यूज़बनासकांठा

વાવ તાલુકાના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ : બાજરીના પાકમાં નુકસાન

વાવ તાલુકાના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ : બાજરીના પાકમાં નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા : વહીવટીતંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 16 મેં સુધી વરસાદની આગાહી આપવામાં આવેલી છે. જેને પગલે જિલ્લાના સરહદી વિસ્તારમાં રાત્રી દરમિયાન અચાનક વાતાવરણ પલટો આવતા વાવના કેટલાક ગ્રામ્ય વિસ્તાર પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલા જિલ્લાઓમાં 16 મે સુધી વરસાદની આગાહી આપવામાં આવેલી છે : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી દિવસ દરમિયાન ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉડતા હોય છે. રાત્રી દરમિયાન જિલ્લા સરહદી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવ તાલુકામાં આવેલા કેટલા ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા, વરસાદના કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે.જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કોઈ નુકસાન ન પહોંચે તેને લઈ વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે ખેડૂતોનો માલ સામાન સુરક્ષિત રાખવા અપીલ પણ કરવામાં આવી હતી પરંતુ ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના બાજરી જેવા પાકોમાં નુકસાન ની ભીતિ જોવા મળી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×