गुजरातटॉप न्यूज़बनासकाठा

અમીરગઢના કપાસિયા ઘાટા પાસે ટ્રોલી સાથે ટ્રેક્ટરે પલટી મારી

અમીરગઢના કપાસિયા ઘાટા પાસે ટ્રોલી સાથે ટ્રેક્ટરે પલટી મારી

અમીરગઢ ના કપાસિયા ઘાટા પાસે એક ટ્રેક્ટર પલટી મરતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે:જેમાં ટ્રેક્ટરની ટ્રોલી સવાર 5 થી વધુ લોકો ઘાયલ થયા હતા. બનાવના પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી ઘાયલોને 108 ની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે અમીરગઢના કપાસિયા ઘાટા પાસે એક ટ્રેક્ટર ટોલી સાથે પલટી મારી ગયું હતું. ટ્રેક્ટર ચાલક ટોલીમાં માલ સામાન લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન કપાસીયા ઘાટો ચડાણ હોવાના કારણે પ્રાથમિક અનુમાન પ્રમાણે ટ્રેક્ટરની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રોલીમાં સામાન સાથે પાંચથી વધુ લોકો સવાર હતા. બેકાબુ બનેલું ટ્રેક્ટર ટ્રોલી સાથે ઘટા રોડ પરથી ઉતરી જઈ ખાડામાં પલટી મારી ગયું હતું. ટ્રેક્ટરમાં સવાર તમામ લોકોને ઇજાઓ પહોંચી હતી. જોકે ત્યાંથી પસાર થઈ રહેલા લોકો બનાવ ના પગલે પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ તત્કાલીક ઘટના સ્થળ પર દોડી પહોંચી 108 ની મદદ થી તમામ ઈજાગ્રસ્તો ને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડી આગળ ની તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×