गुजरातबनासकाठा

ડીસા -ધાનેરા રોડ પર બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો : ઇકોમાં સવાર આઠ મુસાફરોને ઇજા

ડીસા -ધાનેરા રોડ પર બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો : ઇકોમાં સવાર આઠ મુસાફરોને ઇજા

ડીસા- ધાનેરા હાઇવે પર આખોલ પાટીયા નજીક બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં ઇકોમાં સવાર આઠ લોકોને ઈજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અકસ્માતની વિગત એવી છે કે,ડીસા ડેપોની કંસારીથી ડીસા આવી રહેલી બસ સોમવારે સાંજે ડીસા ધાનેરા હાઇવે પર આખોલ નજીક પહોંચી ત્યારે સામેથી આવી રહેલી ઇકો કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેથી ઇકોમાં સવાર મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઈમરજન્સી વાન દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો. ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. જ્યારે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇજાગ્રસ્તોના નામ

સોલંકી નીતિશકુમાર ભુરાભાઈ

સોલંકી વિજયાબેન મુકેશભાઈ

મહાદેવભાઈ ખેમાભાઈ પરમાર

વાઘજીભાઈ શામળાજી રબારી

સાગરભાઇ મુકેશભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×