गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

સિધ્ધપુર સિવિલ હોસ્પીટલના તત્કાલીન સારવાર વિભાગમાં ફીટ કરેલ એસીના કોમ્પ્રેસરમાં આગ લાગવાની ઘટના સર્જાતા અફરાતફરી

તત્કાલીન સારવાર વિભાગના કર્મચારી અને સ્ટાફ ગણે સમય સૂચકતા થી આગપર કાબુ મેળવતા સિવિલ સત્તાધીશોએ હાશકારો અનુભવ્યો..

સિધ્ધપુર સિવિલ હોસ્પીટલના તત્કાલીન સારવાર વિભાગમાં ફીટ કરેલ એસીના કોમ્પ્રેસરમાં આગ લાગવાની ઘટના સર્જાતા અફરાતફરી

તત્કાલીન સારવાર વિભાગના કર્મચારી અને સ્ટાફ ગણે સમય સૂચકતા થી આગપર કાબુ મેળવતા સિવિલ સત્તાધીશોએ હાશકારો અનુભવ્યો..

પાટણ જિલ્લાની સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં તત્કાલીન સારવાર વિભાગમાં બુધવારે વહેલી સવારે એ.સી.ના કોમ્પ્રેસર માં આગ લાગતા ઈમરજન્સી વિભાગમાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. જોકે કોમ્પ્રેસરમાં લાગેલી આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઈમરજન્સી વિભાગમાં ફેલાતા ઘડીભર માટે ભયનો માહોલ છવાયો હતો જોકે ત્યારબાદ કોમ્પ્રેસરમાં લાગેલી આગને ઓલવી દેવાતા સિવિલ સત્તાધીશો એ તેમજ ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ રાહત અનુભવી હતી.

તો સિધ્ધપુર સિવિલ હોસ્પિટલના તત્કાલીન સારવાર કેન્દ્ર માં કોઈ દર્દી ના હોવાના કારણે જાન હની ટળી હતી.આ બાબતે મળતી માહિતી મુજબ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે તત્કાલીન સારવાર વિભાગ ફિટ કરેલા એસી ના કોમ્પ્રેસર માંથી કોઈ કારણોસર ધુમાડાના ગોટે ગોટા નીકળવાની સાથે આગ લાગતા અફરા તફરી મચી હતી .જોકે તાત્કાલિન સારવાર કેન્દ્ર માં ફરજ બજાવતા કર્મચારીઓની સમય સુચકતાને લઈને એસીના કોર્પોરેશનમાં લાગેલી આગ પર કાબુ લેવાતા સિવિલ સત્તાધીશો એ રાહત અનુભવી હતી.તત્કાલીન સારવારી વિભાગમાં આ સમયે કોઈ દર્દી ના હોવાના કારણે જાન હાની ટળી હતી.

તો આગ પર કાબુ મેળવતા કર્મચારીઓ અને સ્ટાફ સહિત સિવિલ સત્તાધીશો એ રાહત નો શ્વાસ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×