गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ લોકો દ્વારા સોલારમાં થયેલ ચોરી બાબતે રાધનપુર ધારાસભ્યને આવેદનપત્ર આપવામા આવ્યું

પાટણ જિલ્લાના

સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ લોકો દ્વારા સોલારમાં થયેલ ચોરી બાબતે રાધનપુર ધારાસભ્યને આવેદનપત્ર આપવામા આવ્યું

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકીના કાર્યાલય ખાતે પીપરાળા ગામલોકો દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપવા પહોચ્યા હતા.જેમાં ઘટનાક્રમ જોઈએ તો સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના લોકો દ્વારા સોલાર માં વારંવાર ચોરી થતી હોવાના કારણે ગામજનો પરેશાન બન્યા હતા.અને આખરે ધારાસભ્ય કાર્યલય પહોચી પોતાની રજૂઆત કરી હતી. 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે વાડીમાંથી સોલારના મટીરીયલ ની ચોરી થતાં સાતલપુર પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે વખત પોલીસ ફરિયાદ નોંધાવી છતાં આજદિન સુધી ચોર ટોળકી નહિ પકડાતા ગ્રામજનો પરેશાન બન્યા છે. આ ચોર ટોળકી કે કે ચોર સોલાર સિસ્ટમ માં મટીરીયલ ની ચોરી કરી રહ્યા છે ત્યારે ગ્રામજનો નાં જણાવ્યા મુજબ અગાઉ પણ ફરિયાદ નોંધાઈ છે.છતાં આ ચોર ટોળકી પકડમાં આવી નથી અને પીપરાળા ગામના લોકો દ્વારા આખરે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી ના કાર્યાલય ખાતે પહોંચી ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું.

સોલારમાં થયેલી બે ચોરીઓનો નિકાલ કરાવી તાત્કાલિક ધોરણે આવા ચોરને પકડવામાં આવે તેવી ગામ લોકો દ્વારા રજૂઆત ધારાસભ્યને કરવામાં આવી હતી. જે ઘટનાક્રમ સાંભળી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ સાતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસપીને ટેલીફોનિક જાણ કરી હતી અને તાત્કાલિક આરોપીને પકડી કાર્યવાહી કરવા પોલીસને જણાવ્યું હતું. તો વારંવાર થતી ચોરીઓની ઘટના બંધ થાય તેવી ધારાસભ્ય સમક્ષ પીપરાળા ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

પીપરાળા ગામે ચોરી મામલે રજૂઆત ખાતે કરાઇ સુ કાર્યવાહી કરવામાં આવી વાંચો આગળ….

સાંતલપુર તાલુકાના પીપરાળા ગામનાં રહેવાસી દિનેશભાઈ પટેલ દ્વારા તારિખ 12/04/24 નાં રોજ કરેલ અરજી પ્રમાણે જોઈએ તો ,અરજીમાં જણાવ્યા મુજબ પીપરાળા ગામની સીમમાં આવેલ ખેતરમાં લગાવેલ EMOTRON કંપનીની સોલાર સિસ્ટમનું કંટ્રોલર બોર્ડ બાશરે કિ.રૂ. ૨૫૦૦૦/- તેમજ કરીયાદીના ભત્રીજા સાહેદ-ધનજીભાઈ સવજીભાઈ દુબરીયાના ખેતરમાં લગાવેલ ANTARES કંપનીની સોલાર સિસ્ટમનું કંગોલર બોર્ડ જેની આશરે કિ.રૂ.૧૫૦૦૦/ની ગઇ તા.૨૦/૦૩/૨૦૨૪ના સાંજના સાડા સાત વાગ્યાથી તા.૨૧/૦૩/૨૦૨૪ ના સવારના આશરે નવેક વાગ્યાના સમયગાળા દરમ્યાન કોઇ અજાણ્યી ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિગેરે બાબતની છે. જે બાબતે સાતલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૩૨૨૪૦૧૫૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો કરીયાદી કરશનભાઈ મનજીભાઈ કેશાભાઇ જાતે ડુબરીયા (પટેલ) રહે- પીપરાળા તા. સાંતલપુર જિ.પાટણ વાળાએ તા. ૨૧/૦૩/૨૦૨૪ના કલાક-૧૬/૧૦ વાગે દાખલ થયેલ છે.

ઉપરોક્ત ગુનાના કામે ગુનાવાળી જગ્યાનું પો.સ.ઇ. સાંતલપુર નાઓએ તા. ૨૧/૦૩/૨૦૨૪ના કલાક-૧૭/૦૦ થી ૧૭/૫૦ સુધીનું કરેલ છે. તેમજ ગુનાના કામે સાહેદીના અને ગામલોકોના નિવેદનો મેળવતા ચોર ઇસમ કે મુદ્દામાલ બાબતે કોઇ ફળદાયક હકિકત મળી આવેલ નથી તેમજ સદર ગુનાવાળી જગ્યાના ટાવર ડમ્પ મેળવીને કોલ ડિટેલ્સ મેળવવા તજવીજ કરેલ છે. તેમજ સદર ગુનાના બનાવ અનુસંધાને ઓલ સિપોલ પાટણ, બનાસકાંઠા, પૂર્વ-પશ્ચિમ કચ્છ જિલ્લા ને ચોરીમાં ગયેલ મુદામાલ અને ચોર ઇસમ બાબતે તપાસમાં રહેવા વાયરલેસ મેસેજથી જાણ કરેલ છે. તેમજ સદર ચોરીના બનાવવાળી જગ્યાએ ડોગ સ્કોર્ડ ની વિઝિટ કરાવતી કોઇ ફળદાયક હકિકત મળેલ નથી. તેમજ સ્થાનીક શકદારોને તપાસવામાં આવેલ છે તેમજ ભરોસાના બાતમીદારોથી સુંદર ચોરીના બનાવ અનુસંધાને ફળદાયક હકિકત મેળવવા પુરતા પ્રયત્નો કરતાં કરાવતાં કોઇ ફળદાયક હકિકત મળી આવેલ નથી. તેમજ વધુ સ્થાનીક શકદારો તેમજ બહારના પો.સ્ટે. ના શકદારો તપાસવા સારુ સજેશન યાદી મંગાવેલ છે જે મળેથી પણ શકદારોની તપાસ કરવા અને ભરોસાના બાતમીદારોથી ફળદાયક હકિકત મેળવવા સારૂ વધુ તપાસ ચાલુ છે. તેમજ તા.૧૫/૦૭/૨૩ના અહે.કો. રમેશભાઈ કાનજીભાઇ અને અ.પો.કો. ભરતભાઈ મણાભાઇનાઓ ફર્સ્ટ મોબાઇલમાં નાઇટરોન પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પીપરાળા ગામે આવતાં પ્રાથમિક શાળા નજીક ત્રણ ઇસમો શંકાસ્પદ સ્થિતિમાં મળી આવતા જેઓની પ્રાથમિક પુછપરછ કરતાં પોતાની હાજરી બાબતે કોઇ ફળદાયક હકિકત જણાવેલ નહી જેથી પકડાયેલ ઇસમ-૧ હરેશભાઇ રાણાભાઇ માદેવભાઈ આહીર ઉ.વ.૨૨, તથા ૨. વિનયા પાતાભાઇ રણછોડભાઇ કોલી ઉ.વ.૨૦, તથા ૩,પકજ જેમલભાઈ ગોકળભાઈ સોલંકી ઉ.વ.૨૬ રહે ત્રણેય રોઝુ તા સાંતલપુરવાળાઓ વિરૂધ્ધ અલગ અલગ જી.પી.એકટ કલમ-૧૨૨સી મુજબ સાંતલપુર પો.સ્ટે. ખાતે ગુનાઓ તા. ૧૫/૦૭/૨૦૨૩ના દાખલ કરીને તેઓની એલ.ઓ.એસ. સિસ્ટમથી ફિંગર પ્રિન્ટ લેવડાવતાં કોઇ ગુનાહિત પુર્વ ઇતિહાસ મળી આવેલ નહી કે ત્રણે ઇસમો કોઇ ગુનામાં સંડોવાયેલા હકિકત મળેલ નહી જેથી મુદત અંદર જામીનમુકત કરેલ છે.

તેમજ તા ૧૮/૦૭/૨૦૨૩ના રોજ પીપરાળા પ્રાથમિક શાળાની પાછળના ઓરડા પડેલ ભંગાર જેમાં લોખંડના દરવાજા,ટેબલ નંગ-૪.મોટર, સી.સી.ટી.વી કેમેરાની ચોરી થયેલ જે અંગેની જાણ અરજી મુખ્ય શિક્ષક રસ્મિકાબેન પરમારે અરજી આપેલ જે અરજીની તપાસ અ.હે.કો. રમેશભાઈ કાનજીભાઈને સોપવામાં આવેલ અને તા 23/07/૨૦૨3ના રોજ એવાલ આઉટ પોસ્ટના ઇન્યાજ અને સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન પીપરાળા ગામે આવતાં એક બજાજ છકડી વાહન નં- GJ38W/3525 માં ભંગારનો સામાન ભરેલ તપાસ કરતા ભંગારની વસ્તુઓ મળી આવતા સી.આર.પી.સી કલમ-૧૦૨ મુજબ પંચનામું કરીને કબ્જે કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×