क्राइमगुजरात

રણ માફીયા બન્યા બેફામ: કચ્છના નાના રણમાં તદ્દન જંગલ રાજ જેવી સ્થિતિ

રણ માફીયા બન્યા બેફામ: કચ્છના નાના રણમાં તદ્દન જંગલ રાજ જેવી સ્થિતિ

ટૂંક સમયમાં બીજીવાર નમકના અગર મુદ્દે બંદુકના ભડાકા થયા,વનતંત્ર, પોલીસ અને જવાબદારોનું વર્તન જ બેજવાબદારી ભર્યું

 સાંતલપુરના ખોટા અગરિયાઓ સામે કાર્યવાહી તો અહી કેમ નહી.!!!

ઘુડખર અભ્યારણ્યમાં જેટલા દબાણકારો જવાબદાર છે એટલું જ વન વિભાગ પણ જવાબદાર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

કચ્છનું નાનું રણ એટલે રણમાફિયા માટે સફેદ સોના ની ખાણ આ વર્ષે શિકારપુર થી આડેસર સુધી કચ્છના નાના રણ માં અંદાજે એક લાખ એકર કરતા વધારે બિન અધિકૃત કબ્જો કરી ને રણ માફિયા દ્વારા 1500થી 1800કરોડ રૂપિયા નું મીઠુ પકવામાં આવ્યું હોવાની વિગત જાણવા મળી હતી તેમાં ના કોઈ રૂપિયો સરકાર ને આવક થઇ નથી કરોડો રૂપિયા ની ટેક્સ ચોરી કરી ને સરકાર ની તેજોરી ને છેલ્લા 15 વર્ષે થી અરબો રૂપિયા નું નુકસાન થયેલ છે છતાંય તંત્ર ની આંખ ઉંઘડતી નથી. વનતંત્ર પણ ચૂપ છે તે ગંભીર બાબત છે.

      સાંતલપુર માં આવા ખોટા અગરિયા ઓ સામે પિટિશન થયા બાદ માંડ માંડ ઘુડખર વિભાગ જાગ્યું હતું બાદમાં કાર્યવાહી થઈ હતી. આમ ઘુડખર વિભાગ વ્હાલા દવલાની નીતિ અપનાવી રહ્યું છે.અને ઢીલી નીતિ ના કારણે ખુંન ખરાબા વારંવાર થાય છે તેમ છતાં ઘુડખર વિભાગના કર્મચારીઓ કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી. 2 દિવસ અગાઉ જ કાનમેર પાસે રણમાં બિન અધિકૃત જમીન પર મીઠાંના અગરો બનાવવા માટે બે જૂથ સામે સામા આવી ગયા હતા તેમાં ફિલ્મી ઢબે ગેંગવોર થતા એક જૂથે ફાયરિંગ કરતા ચાર લોકોને ઇજા થઇ હોવાનું જાણવા સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. જે મળતી માહિતી મુજબ એક યુવાન દિનેશ કોલીને માથા ભાગે બંદૂકની ગોળી વાગતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાની વિગતો બહાર આવી હતી.આ બાબતે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એક જૂથના 17 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી હતી..

શિકારપુરથી આડેસર સુધીના રણમાં ગેંગવોરનું કારણ વન વિભાગની ઢીલી નીતિ શિકારપુર થી આડેસર સુધી અંદાજે એક લાખ એકર કરતા વધારે જમીન પર બિન અધિકૃત કબ્જા કરી ને તેમાં મીઠાંના અગરો બનાવી દેવામાં આવ્યા તોય વન વિભાગ ની આંખ ના ઊધડી અને કબ્જા માટે એક બીજા જૂથ ખૂન ખરાબા સુધી પહોંચી ગયા તેનું કારણ છે વન વિભાગની ઢીલી અને ભ્રષ્ટનિતી હોવાનુ લોક મુખે ચર્ચાય છે.

મળતી માહિતી મુજબ અને સૂત્રોના જણાવ્યા અનુસાર બોગસ અગર માલિકો બનાવાયા રણમાં બિન અધિકૃત રીતે કબ્જો કરીને મીઠુ પકવતા કહેવાતા ઉદ્યોગપતિઓએ દાલતને પણ ગેરમાર્ગે દોરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.અમુક મહિના પૂરતું સ્ટે લેવાયું તેની કોપી મળતા જાણવા મળ્યું કે તેમાં અમુક એવા નામો છે કે મીઠાં અગરો સાથે કોઈ લેવાદેવા નથી અને અમુક પુરા પરિવારના નામો રાખીને સ્ટે લેવામાં આવ્યો છે. હાઇકોર્ટ તમામ સ્ટે માંગનારને કોર્ટ માં બોલાવી ને એફિડેવિટ કરાવે તો મસ મોટુ કૌભાંડ બહાર આવે તેવી વકી છે. અમુક લોકો દુનિયામાં નથી ને તેમના નામે સ્ટે માંગવામાં આવ્યો અને મળ્યો પણ છે.

સેટલમેન્ટના નામે ગુડખરના અભ્યારણ્યમાં ઢીલાશ કચ્છના નાના રણમાં કોઈ દબાણ બાબતે રજુઆત કરે તો વન વિભાગના અધિકારીઓ સેટલમેન્ટનું બહાનું ધરીને આગળની કોઈ કામગીરી કરતા નથી. ઘુડખર અભ્યારણ્યમાં જેટલા દબાણકારો જવાબદાર છે એટલું જ વન વિભાગ પણ જવાબદાર છે.

વીજ જોડાણ સુધ્ધા ગેરકાયદે ગુજરાતમાં સૌથી મોટુ લેન્ડ કૌભાંડ કહીએ તો કચ્છના નાના રણમાં થઇ ચૂક્યું છે. સાવ બોગસ નામે વીજલાઇનો ખેંચીને જોડાણ અપાયાનુ પકડાઇ ચૂક્યું છે છતાં આજે લાઇનો છે. દબાણો સામે વન વિભાગ મૌન સામાન્ય માણસ 100 ચોરસ વાર નો પ્લોટ દબાણ કરે તો તંત્ર દ્વારા લેન્ડગ્રેબીગનો કેસ કરી દેવામાં આવે છે ત્યારે રણમાં તો ઘુડખર અભ્યારણ્યમાં લાખો એકરમાં બિનઅધિકૃત કબ્જો કરી ને મીઠુ પકાવાય છે તોય વન વિભાગ તેમની સામે કોઈ કાર્યવાહી કરતુ નથી અને તેથી જ વખતોવખત શસ્ત્રોનો છૂટથી ઉપયગ થાય છે અને કાયદો-વ્યવસ્થાને જ પાડી દેવાય છે.

કચ્છના નાના રણમાં નેતાઓની બુરી નજર શિકારપુર થી આડેસર સુધી 1 હજાર થી દસ હજાર એકર પર કબ્જા કરવામાં આવ્યા છે તેમાં અનેક મોટા નેતાઓ ભાગીદાર હોવાનું ચર્સાચાય છે. આ રણમાં જે ગેંગવોર થઇ રહી છે તે તો ભાડુતી માણસો છે અસલી આકાઓ પરદા પાછળ રહીને પુરી રમત રમી રહ્યા છે.રણના રખોપા SRP કરશે તેવા દાવા પોકળ સાબિત થયા થોડા દિવસો પેહલા ઘુડખર અભ્યારણ્ય વિભાગના નાયબ વન સંરક ધવલ ગઢવીએ મિડીયાને કહ્યુ હતું કે રણના રખોપા એસઆરપી કરશે. આ દાવો પોંકળ સાબિત થયો છે. ફક્ત કાગળો પર એસઆરપી રેખદેખ કરતી હોય તેવું ચિત્ર છે. ફાયરિંગ બાબતે ડી.એફ.ઓ.ને પૂછતા તેમણે જણાવ્યૂ કે અમારી ટીમ તપાસ કરવા ગઇ છે ત્યાં રિપોર્ટ આવે પછી કહી શકીએ. આમ ઘુડખર પોતાના વિસ્તારમાં કેટલાય લુખ્ખા તત્વોએ જમીનો પચાવી છે છતાં કાર્યવાહી થતી નથી ત્યારે સાંતલપુર રણમાં જેમ પિટિશન થઈ તેમ કોઈ જાગૃત નાગરિક પિટિશન કરશે ત્યારે જ ઘુડખર કાર્યવાહી કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×