गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના સાંતલપુર: કેનાલમાં વધુ એક ભંગાણ સર્જાયું: સાંતલપુરનાંબાવરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું

પાટણ જિલ્લાના

સાંતલપુર: કેનાલમાં વધુ એક ભંગાણ સર્જાયું: સાંતલપુરનાંબાવરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ કચ્છ મેઈન કેનાલમાં મસમોટુ ગાબડુ પડ્યું હોવાની વિગતો સામે આવી છે.જોખમી ગાબડું પડતાં ખેડૂતોમાં ભય નો માહોલ છવાયો છે. અગાઉ પણ બે દિવસ પહેલા રાધનપુર નર્મદા નિગમની કેનાલમાં સાંતલપુર તાલુકાનાં ઝઝામ પાસે કેનાલમાં ભંગાણ જોવા મળ્યું હતું. અને રાધનપુર નર્મદા વિભાગની બેદરકારી સામે આવી હતી.જે ઘટના ને સતત બીજા દિવસે પણ સતત બીજું ગાબડુ પડતાં કોન્ટ્રાક્ટરો ની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી કામગીરી હલકી ગુણવત્તાની થઇ રહી છે જેને લઇને વારંવાર કેનાલોમાં ગાબડાં પડવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.

સાંતલપુરમાં એક પછી એક કેનાલમાં ગાબડા પડવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે નર્મદા નિગમના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે.વાત કરવામાં આવે તો સાંતલપુરના બાવરડામાં ગાબડું પડ્યું છે જે ભયાનક મસમોટુ ગાબડુ જણાઈ આવતા ખેડૂતોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.જેને લઇને તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે અને સમારકામ ની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે જો આગામી સમયમાં કેનાલમાં પડેલ ગાબડા ની સમારકામ કામગીરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટા પાયે નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે.ત્યારે રાધનપુર નર્મદા નિગમની વધુ એક બેદરકારી સામે આવી છે અને એક પછી એક કેનાલમાં ગાબડા પડી રહ્યા છે.જે જોઈને ચોક્કસપણે જણાઈ આવે છે કે અહીંયા કામગીરી જે કરવામાં આવી તેમાં મોટા પાયે ગેરરીતી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો અને મીલીભગત અધિકારીઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.સાથેજ રાધનપુર નર્મદા નિગમ વિભાગના જવાબદાર અઘિકારીઓ આળસ ખંખેરી તાત્કાલિક ધોરણે ભંગાણ થયેલ કેનાલનું સમારકામ કરે તેવી પણ લોકોની અને ખેડૂતોની માંગ ઉઠી છે.સાંતલપુરમા એક પછી એક કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલા હલકી ગુણવત્તાના મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

સાંતલપુરમાં એક પછી એક કેનાલમાં જોખમી ગાબડા જણાઈ આવતા આજુબાજુ વસતા ખેતરોમાં અને ગામના લોકોમાં ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે.તો..કેનાલ તુટશે તો મોટા પાયે ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ત્યારે સાંતલપુર વિસ્તારમાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવા લોકોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×