गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં બેદરકારી આવી સામે: સારવાર અર્થે આવેલ દર્દીને હાલાકી વેઠવી પડી,2 કલાક સુધી પરિવારજનો દર્દીને લઇને ફરતા રહ્યા ત્યારે હોસ્પિટલના મેનેજમેન્ટ ને લઇને અનેક સવાલો

આસ્થા હોસ્પિટલ માં મેનેજમેન્ટ નો અભાવ જોવા મળ્યો: સ્ટાફની ગેરવર્તણૂક સાથે બેદરકારી જોવા મળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા..

 

લ્યો..બોલો…હોસ્પિટલમાં આવેલ દર્દીને કયા વિભાગમાં દર્દીને મોકલવા દર્દીની દવા ક્યાં થસે એ  મેનેજમેન્ટ પણ જોવા મળતું નથી ત્યારે મેનેજમેન્ટ ને લઇને અનેક સવાલો.

આસ્થા હોસ્પિટલમાં હાજર સ્ટાફની બેદરકારી ને કારણે સારવાર અર્થે આવેલ દર્દીને 2 કલાક સુધી આમતેમ ભટકવા મજબૂર બન્યા

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જાણીતું નામ અને જાણીતી હોસ્પિટલ એટલે આસ્થા હોસ્પિટલ જે હોસ્પિટલ માં મેનેજમેન્ટ ની બેદરકારી જોવા મળી હતી.તેમજ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર ની ગેર વર્તણુક જોવા મળી હતી. આસ્થા હોસ્પિટલ ખાતે આશરે રાત્રીના 4:30 વાગ્યા નાં અરસામાં દર્દીને લઇને આવેલ પરિવારજનો જ્યારે હોસ્પિટલ આવે છે.ત્યારે કેસ કાઉન્ટર પર સઘળી વાત કરે છે કે દર્દીને સતત ચક્કર આવે છે અને તાત્કાલિક ડોક્ટર નો સંપર્ક કરી દવા ચાલુ કરો પરંતુ કેસ કાઉન્ટર ઉપર એ સમય ત્યાં થી દવા કરાવવા એવું કહે છે કે અહીંયા બેસો થોડી વાર નર્શ બહેન આવે છે. થોડી રાહ જોયા બાદ કોઈ ડોક્ટર કે નાર્શ નહિ આવતા દર્દીના પરિવારજનો ફરી વધુ એકવાર પૂછે છે કે ભાઈ ક્યારના અમે લોકો હોસ્પિટલ એમજ બેઠા છીએ દર્દીને ચક્કર આવે છે ડોક્ટર ક્યારે આવશે ક્યારે દવા થસે તો પછી અંદર થી અન્ય રૂમ ડિલિવરી રૂમ માં આ લોકો દર્દીને લઇને જાય છે. આ હોસ્પિટલ નું મેનેજમેન્ટ કેવું કહેવાય કે ચક્કર આવતા દર્દીને અહીંયા ડિલિવરી રૂમ માં લઇ જાય છે અને પછી ફરી થી વાત કરતા જણાવ્યું હતું કે દર્દીને ચક્કર આવે છે તમે ડોક્ટર ને બોલાવો અને આ તો ડિલિવરી રૂમ છે અહીંયા દવા કરવાં લાવ્યા છો કે કેમ ત્યારે ત્યાં હાજર નર્ષ બોલે છે કે આતો તમારે ઉપર નાં માળે MBBS ડોક્ટર ને બતાવવું પડશે ફરી પરિવારજનો ઉપર નાં માળે આવે છે ત્યાં હાજર કોઈ ડોક્ટર નથી ત્યાં પણ કમ્પાઉન્ડર ને હાજર ત્યાંના સ્ટાફ ને વાત કરવામાં આવે છે કે દર્દીને ચક્કર ની તકલીફ છે કલાક ઉપરનો સમય થયો છે હજુ દવા થઈ નથી અને અને લોકો હોસ્પિટલ મા અહીંયા થી અહીંયા થઈ રહ્યા છે. નીચે કેસ કાઉન્ટર સ્ટાફ નીચે જ અન્ય નર્શ  ને મળવાનું કહે છે.જ્યારે નર્શ ને પૂછતા એ ઉપર માળે ડોક્ટર ને હવે મળી લ્યો ત્યાં દવા થસે એમ કહેવામાં આવે છે. આમ ને આમ સતત 1 કલાક થી વધુના સમય સુધી હોસ્પિટલ ની અંદર પરિવારજનો દર્દીને લઇને ફરતા રહ્યા અને ડોક્ટર વિના બેસી રહ્યા જે દરમિયાન કોઈ ઘટના બને તો જવાબદાર કોણ વગેરે સવાલો પરિવારજન નાં સભ્ય અનિલભાઈ દ્વારા ઊભા થઈ રહ્યા છે.

ઘટના ક્રમ માં જોઈએ તો રાધનપુર ખાતે આવેલ ભાભર ત્રણ રસ્તા ઉપર આસ્થા હોસ્પિટલ આવેલ છે.બહુ મસમોટું નામ ધરાવતી આ હોસ્પિટલ માં મેનેજમેન્ટ નો પુરેપુરો અભાવ જોવા મળ્યો છે.સાથે જ દર્દી અને દર્દી સાથે આવેલ પરિવારજનો સગા સંબંધી સાથે હાજર સ્ટાફ ની ગેરવર્તણૂક પણ જોવા મળી છે.એટલું જ નહિ પરંતુ આ હોસ્પિટલ માં જે રોગના દર્દીને લઇને આવેલ છે તે વિભાગના કયા ડોક્ટર છે કોની જોડે મોકલવા એ પણ કાઉન્ટર પર બેસાડેલા ભાઈને કોઈ આઈડિયા નથી ત્યારે દર્દીને લઈને આવેલ પરિવારજનો જાય તો જાય ક્યાં આ એક મોટો સવાલ ઊભો કરે છે. અથવા તો હોસ્પિટલ મા હજાર સ્ટાફને એમ કહેવું જોઈએ કે તમે અન્ય હોસ્પિટલ મા જાઓ તો પરિવારજન હોસ્પિટલ માં યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો અહીંયા અનેક નાના મોટા પ્રશ્નો થી લઈને દર્દીઓ સાથે થતાં ગેરવર્તણૂક અને અન્ય પણ માહિતી ચોક્કસ મળે તેવું જણાઈ રહ્યું છે.

આસ્થા હોસ્પિટલ ખાતે હાલના સમયમાં જોઈએ તો નક્કી થાય છે કે રાત્રીના સમયએ અહીંયા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે ધ્યાન આપવામાં આવતું નથી.અહીંયા દર્દીને લઇને આવેલ પરિવારજનો ડોક્ટર ને બોલાવો ડોક્ટર ને બોલાવો કહેવામાં આવે તો હોસ્પિટલ મા હાજર સ્ટાફ ની ગેરવર્તણૂક જોવા મળે છે.આ મેનેજમેન્ટ કેવું કે અહીંયા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જોવા મળતી નથી રાત્રીના સમય કોઈ યોગ્ય દિશામાં નિર્ણય લઈ શકાય તેવું જણાઈ આવતું નથી દર્દી સાથે આવેલ પરિવારજનો સતત 2 કલાક સુધી દર્દીને લઇને ફરતા રહ્યા અને કલાક પછી સાચા સ્થળે સાચી દિશામાં ડોક્ટર પાસે મોકલવા ત્યાં ગયા પછી પણ હાજર સ્ટાફ ની ગેરવર્તણૂક પણ જોવા મળે છે અને પછી હોસ્પિટલ ખાતે આવેલ દર્દીને આમથી આમ ભટકતા હોસ્પિટલ અંદર જ કલાક ઉપરના સમયગાળા દરમિયાન બાદ ડોક્ટર આવે છે અને દવા કરે છે.ત્યારે આ હોસ્પિટલમાં ચોક્કસપણે ઘોર બેદરકારી જોવા મળી હતી અને હોસ્પિટલ મા હાજર સ્ટાફ માં ગેરવર્તણૂક જોવા મળી હતી જેને લઇને આવેલ દર્દી સહિત પરિવારજનો માં ભારે રોષ જોવા મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×