Uncategorizedगुजरातबनासकांठा

થરાદ પંથકમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બન્યું .

 

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભરમાં આકરાં તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે : ત્યારે, થરાદ વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા. જેને લઈને ખેડૂતો ચિંતામાં મૂકાયાં હતાં.

સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી દિવસ દરમિયાન ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હોય છે. જેમાં ત્રણ દિવસથી ભારે ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે, થરાદ પંથકમાં આજે વહેલી સવારથી જ આકાશમાં વાદળો આવતાં ખેડૂતો ચિંતિત બન્યાં હતાં. પંથકમાં દેહ દઝાડતી ગરમી પડી રહેલી ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લામાં કમોસમી વરસાદ પડે તો બાજરી જેવા તૈયાર પાકોમાં ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×