गुजरातपाटन जिला

રાધનપુ મસાલી રોડ બાજુ ઠેર ઠેર ખુલ્લી ગટરો થી લોકો ત્રાહિમામ.

રાધનપુરના ધારાસભ્ય નાં નિવાસ સ્થાન ની બાજુમાં જ ખુલ્લી ગટરો જોખમી બની..

 

રાધનપુર મસાલી રોડ વિસ્તારમા અનેક જગ્યાએ ખુલ્લી ગટર જોવા મળી રહી છે.વર્ષો થી લોકોની અનેકવાર રજૂઆત બાદ પણ ખુલ્લી ગટરમાં ઢાંકણા નાખવામાં આવ્યા નથી અને ખુલ્લી ગટર હોવાને લઇને ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ઉતરી આવતા ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળે છે.ત્યારે વીરનગર સોસાયટી નાં લોકો સહિત શાળાનાં વિદ્યાર્થીઓ આ ખુલ્લી ગટર નો અકસ્માત નો ભોગ બને તેવું જણાઈ રહ્યું છે.અનેકવાર શાળાએ જતા બાળકો પણ ખુલ્લી ગટરમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે છતાં નઘરોળ તંત્ર ધ્યાન આપતું નથી અને ખૂલ્લી ગટર નાં કારણે લોકો સહિત વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

પાટણ જિલ્લાના રાધનપુર નગર નાં મસાલી રોડ વિસ્તારમાં આવેલી વલ્લભ નગર પ્રાથમિક શાળાએ જતાં વિદ્યાર્થીઓ માટે આ વિસ્તારમાં ખુલ્લી ગટર હોવાને કારણે જોખમી બની છે.તો બીજી તરફ ખુદ રાધનપુરના ધારાસભ્ય નું નિવાસ સ્થાન પણ અહીંયા આવેલ છે છતાં અહીંયા આજદિન સુધીમાં ખુલ્લી ગટર માં ઢાંકણા નાખવામાં આવ્યા નથી તો લોકો દ્વારા પણ પાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.ત્યારે સતાધીશો ને કામગીરી માં કોઈ રસ નથી તેવું જણાઈ આવે છે.

એકતરફ શાળા નજીક ખુલ્લી ગટર હોવાને કારણે ઘણીવાર ગટર નું ગંદુ પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા આજુબાજુમાં ઘણીવાર ખદબત્તું કચરાનું સામ્રાજ્ય જોવા મળે છે.અને શાળામાં આવતા બાળકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અવાર નવાર રાધનપુર નગરપાલિકા માં સ્થાનિક રહીશો દ્વારા રજૂઆતો જાણ કરવા છતાં કચરાનો નિકાલ તેમજ સાફ સફાઈ નિયમિત રીતે કરવામાં આવતી નથી તેવું હરેશભાઈએ જણાવ્યું હતું. આ ખુલ્લી ગટર શાળા નજીક હોવાને લઇને ગટર વિદ્યાર્થીઓ માટે જોખમી બની ગઈ છે.

મસાલી રોડ પર ઠેર ઠેર આ ખુલ્લી ગટર લાઈન માં તેના પર ઢાંકણું ન હોવાના કારણે કેટલાય બાળકો ચોમાસા દરમિયાન ગટર માં પડી જતાં વિદ્યાર્થીઓ અનેકવાર ભોગ બન્યા છે. શાળા ના નજીક ખૂલ્લી ગટરની દુર્ગંધ થી બાળકો પણ ત્રસ્ત બન્યાં છે.

  રાધનપુર નગર પાલિકા તંત્ર જાણે કોઈ મોટી અક્સ્માત ની રાહ જોઈ રહ્યુ હોય તેમ કોઇ પગલાં ન ભરતા સ્થાનિક રહીશો દ્વારા ઘણીવાર જાણ કરવા છતાં તંત્ર મૌન ધારણ કરી રહ્યુ છે. ત્યારે સત્વરે આ ગંદકી નો નિકાલ નહી આવે તો આવનાર સમય માં કોઈ મોટી દુર્ઘટના બને તેવું લાગી રહ્યું છે.આહીર છાત્રાલય બોડિંગ, વલભનગર પ્રાથમિક શાળા, મુરલીધર સ્કૂલ સહિત મસાલી રોડ પર 3 સ્કૂલો આવેલી છે.તેમજ સ્કૂલ જતાં નાના બાળકો તે જ્ગ્યાએ હેરાન પરેશાન થઈને પણ પસાર થતા હોય છે.ત્યારે આ ખુલ્લી ગટરો નું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી સોસાઈટીના રહીશો સહિત વેપારીઓની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×