गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણનાં તિરૂપતિ માર્કેટ નજીક ગોળા – શરબતની લારી વાળાને પાણી મામલે અજાણ્યા શખ્સોએ માર માર્યો

 

પાટણ એ-ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ: પાટણ તિરુપતિ માર્કેટ  બગવાડા દરવાજા ખાતે આવેલ વિહત ગોળા સરબત સેન્ટર ના સંચાલક અજયભાઈ ભરતભાઈ પટણી પર કેટલાક અજાણ્યા ઈસમોએ પાણી આપવાની સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો માર મારી ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોચાડી હોવાની પાટણ પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હોય જેને પગલે હુમલો કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરના વેરાઈ ચકલા આઠબાઈ મંદિર પાસે ના પટ્ટણી વાસમાં રહેતા અને શહેરના તિરૂપતિ માર્કેટ બગવાડા દરવાજા પાસે વિહત ગોળા સરબત સેન્ટર ની લારી ચલાવતા અજયભાઈ પટ્ટણી પાસે સોમવારની રાત્રે રિક્ષામાં આવેલા કેટલાક લોકોએ પાણી માગતા અજયભાઈ એ પાણી સામે છે પી લેવા કહેતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત અજાણ્યા ઈસમોએ અજયભાઈ પટ્ટણી ને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી રિક્ષા માથી ધોકા કાઢી હુમલો કરતા બાજુમાં લારી લઈને ઉભેલા પટ્ટણી પરિવારના લોકો તેઓની વચ્ચે પડતાં અજાણ્યા ઈસમોએ તેઓને પણ મારી ધટના સ્થળે થી રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા.

તો બનાવને લઈને હતપ્રભ બનેલા અંજયભાઈ પટ્ટણી દ્વારા પોલીસનો ટેલીફોનિક સંપર્ક કરતા પાટણ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતો જાણી  અજયભાઈ પટ્ટણી ની ફરિયાદ આધારે માર મારનાર અજાણ્યા ઈસમોને પકડવા માટે ચક્રો ગતિમાન બનાવ્યાં હોવાનજાણવા મળ્યું છે.

પાટણ શહેરના ભરચક એવા તિરૂપતિ માર્કેટ બગવાડા દરવાજા પાસે રાત્રે બનેલા બનાવને પગલે આ વિસ્તારમાં રાત્રી ખાણીપીણી નો વ્યવસાય કરતાં નાના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. તો આવા હુમલાખોરો ને તાત્કાલિક ધોરણે પોલીસે ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×