गुजरातटॉप न्यूज़बनासकांठा

વાસણ ગામમાં ગેસનો બાટલો ફૂટ્યો : સદનસીબે જાનહાની ટળી

વાસણ ગામમાં ગેસનો બાટલો ફૂટ્યો : સદનસીબે જાનહાની ટળી

ગેસ લીકેજ થતા આગ લાગતા ઘર વખરી બળીને રાખ: પાલનપુર તાલુકાના વાસણ ગામમાં એક શ્રમજીવીના ઝૂંપડામાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી. ત્યારબાદ બાટલો ફૂટ્યો હતો જેના પગલે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે ઘટનાને પગલે પરિવારજનો બહાર દોડી આવતા મોટી જાનહાની ટળી હતી.

બનાસકાંઠામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે અને 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. ત્યારે પાલનપુર તાલુકાના વાસણ ગામમાં જશવંતભાઈ દેવીપુજક ના ઘરે પરિવારના સભ્યો રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે ગેસની બોટલમાં આગ લાગી હતી. જેના પગલે પરિવારજનો બહાર દોડી ગયા હતા. ત્યારબાદ ગેસની બોટલ ફૂટી હતી. જેથી ઘરવખરી તેમજ ઘઉં બળીને ખાખ થઈ ગઈ હતા જોકે, પરિવારના સભ્યો ઘરની બહાર દોડી જતા સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. જોકે, ગરમીના કારણે ગેસની બોટલ ફૂટી હોવાનું અનુમાન સ્થાનિકોએ વ્યક્ત કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×