गुजरातपाटन जिला

યુવાન લબડતા વિજ વાયર અડતા વિજ કરંટ લાગતાં મોતને ભેટયો

 

ચાણસ્માના મેરવાડા ગામે જીઈબી ની બેદરકારી ના કારણે ખેતર માથી પસાર થતાં વિજ વાયરે ખેતર માલિક ના યુવાન પુત્ર નો ભોગ લીધો

જીઈબી ની બેદરકારી સામે મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનોમાં રોષ ફેલાયો : પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામે ખેતર માંથી પસાર થતાં વિજ વાયરે  થ્રેસર મશીન પર કામ કરી રહેલા ૪૫ વષૅ ના યુવાન નો ભોગ લેતા જીઈબી તંત્રની બેદરકારી સામે મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

તો જીઈબી તંત્ર ની આ બેદરકારી ના કારણે યુવાન ગુમાવનાર ના પરિવારે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ના ચક્રોગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામે રહેતા  અને ૪૫ વર્ષ ની ઉમર ધરાવતા પ્રકાશભાઈજયંતીભાઈ પટેલ ગુરૂવારે પોતાના ખેતરમાં થ્રેસર મશીન ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે ખેતર માંથી પસાર થતાં અને સાવ નીચે લટકતા ચાલુ વીજ વાયરને તેઓ અડકતા વિજ કરંટ લાગતાં તેઓનું ધટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.  બનાવની જાણ પરિવારજનોને થતાં મૃતક યુવાનની લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.તો બનાવને પગલે ચાણસ્મા પોલીસે  પણ ધટના સ્થળે દોડી આવી મૃતકના પરિવારજનોની ફરિયાદ આધારે ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મેરવાડા ગામે ખેતર માથી પસાર થતા અને સાવ નીચે લટકતા વિજ વાયર મામલે ખેતરના માલિકે અનેક વખત ધિણોજ, ચાણસ્મા અને મોઢેરા જીઈબી કચેરીમાં આ વિજ વાયર મામલે રજુઆત કરવાની સાથે ઉપરોક્ત કચેરીઓના અનેક વખતના ચકકરો કાપ્યા છતાં જીઈબી કચેરી દ્વારા ઉપરોક્ત ખેડૂત ના ખેતર માંથી પસાર થતાં અને નીચે લટકતા વિજ વાયર ની યોગ્ય અને સમયસરની કામગીરી હાથ ન ધરતાં આજે પરિવારના યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય જેને લઈને મૃતક યુવાનના પરિવારજનો સહિત સમગ્ર મેરવાડા ના ગ્રામજનોમાં જીઈબી ની બેદરકારી સામે રોષ ફેલાયો છે.

આ મામલે મૃતક યુવક ના પરિવારે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધટના ની ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×