गुजरातबनासकाठा

ભાભર ખાતે લીલા લાકડાનું ટ્રેક્ટર ઝડપી પાડતા ભાભર મામલતદાર..

 

આજે લીલાં વૃક્ષોનું બેફામ નિકંદન થઈ રહ્યું છે જેના કારણે હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે અને ગરમીનો પ્રકોપ પણ વધતો જોવા મળી રહ્યો છે. પરંતુ જવાબદાર તંત્ર જાંણે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.ગત સાંજે ભાભર મામલતદાર  પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભાભર રેલવે સ્ટેશન જવાના થરા ત્રણ રસ્તા સર્કલ પાસેથી લીલાં લીમડા ભરેલ ટ્રેકટર ઝડપ્યું હતું. ટ્રેક્ટર ડ્રાઈવર ઠાકોર દિનાજી ધારસીની પુછપરછ કરતા આ લીલા લાકડાં ભરેલું ટ્રેક્ટર  ભાભર તાલુકાના ઉંડાઈ ગામેથી ખેડુતના ખેતરમાંથી ભરીને લાકડાની મીલમાં લઈ જતા હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી ભાભર મામલતદારે લાકડા ભરેલ ટ્રેક્ટર ડીટેઈન કરી ટ્રેકટર ડ્રાઈવરને નોટિસ આપવામાં આવી અને જરૂરી પુરાવા રજુ કરવાની મુદત આપીને ટ્રેકટરને ભાભર પોલીસ મથકે સુપ્રત કરવામાં આવ્યું હતું. જેથી ભાભર મામલતદાર દ્વારા લીલા લાકડાં ભરેલ ટ્રેક્ટર ઝડપી પડતાં વૃક્ષ છેદન કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ભાભર મામલતદારનું આ કાર્ય ખરેખર સરાહનીય છે. પરંતુ આ મામલે ભાભર મામલતદાર ઉડી તપાસ કરીને પેટ્રોલીંગ કરે તો હજું પણ લીલા લાકડા ભરેલા ઘણા ટ્રેકટરો ઝડપાઈ શકે છે.લોક ચર્ચા મુજબ દરરોજના હજારો ટન લીલા લાકડાં ભરી  ભાભરની સો મિલોમાં ઠાલવવામાં આવે છે. એક નહી પણ કેટલાય ટ્રેક્ટરો રાત દિવસ ખુલ્લેઆમ લાકડાં ભરી લાવીને આવા ગેરકાયદેસર કાર્યને અંજામ આપી પર્યાવરણ સાથે રમત રમી રહ્યા છે ત્યારે સરકારનો કે કાયદાનો કોઈ ડર ના હોય તેવું જોવા મળી રહ્યું છે.

માત્ર એકલ દોકલને પકડી લેવામાં આવે છે ત્યારે આ અધિકારીઓ દ્વારા અન્ય સો મિલોમાં તપાસ કેમ નથી કરવામાં આવી રહી તેવો સવાલ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. આ બાબતે અધિકારીઓ સજાગ બને અને આવા લોકોને ઝડપી કડક સજા કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×