गुजरातपाटन जिला

સાંતલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે અકસ્માત ની ઘટનામાં દિનપ્રતિદિન વધારો: અકસ્માત ઝોન ની જગ્યાએ બમ્પ મૂકવા લોકમાંગ ઉઠી

 

પાટણ જિલ્લામાં અવર નવાર અકસ્માત ની ઘટનાઓ માં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી વધુ એકવાર અકસ્માતની ઘટના સાંતલપુરથી સામે આવી હતી જેમાં સતત 2 દિવસમાં 2 ઘટનાઓ અકસ્માત ની બનવા પામી હતી.સાંતલપુરનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને લઈને લોકો પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે.સતત 2 દિવસમાં 2 નાની મોટી ઘટનાઓ બનતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.આ વિસ્તારમાં પોલીસ મથક સરકારી હોસ્પિટલ સહિત રણમાં જતાં માર્ગને જોડતો રસ્તો હોય ઓવરસ્પીડ માં આવતા બાઇક ચાલકો ક્યારેક લપસી ને અકસ્માત નો ભોગ બને

છે.તો ક્યારેક રાહદારીઓ ને વાહન અડકી જતાં નાના મોટા અકસ્માત નાં બનાવો બને છે.ત્યારે મળતી માહિતી મુજબ 2 દિવસ દરમિયાન બાઈક ચાલકો અકસ્માત નાં ભોગ બન્યા હતા જોકે સામાન્ય ઈજાઓ થતાં બચાવ થયો હતો પરંતુ એક ઘટનામાં મહિલા પણ ઈજાગ્રસ્ત બનતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.ત્યારે આ રસ્તા ઉપર બમ્પ નાં હોવાને કારણે રાહદારીઓ પણ ઘણીવાર વાહનો ને અડફેટે આવતા ઘટનાઓ બની રહી છે.

સાંતલપુરના બે અકસ્માત ની ઘટનામાં જોઈએ તો બે મહિલાઓ ઘાયલ થઈ હોવાના અહેવાલ જાણવા મળ્યા હતા.ત્યારે સાંતલપુર ની સરકારી હોસ્પિટલ ની સામે દિવસે ને દિવસે નાની મોટી અકસ્માતની ઘટનાઓ બનતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.સાંતલપુર નો એવો વિસ્તાર કે જ્યાં પોલીસ સ્ટેશન અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત રણમાં જવાનો માર્ગ છે.જે જગ્યાએ જ સરકારી હોસ્પિટલ ની સામે રોજબરોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે તેવું લોકો જણાવી રહ્યા છે.

 મળતી માહિતી પ્રમાણે બાઈક સાથેની અકસ્માત ની ઘટનામાં 2 દિવસમાં બે મહિલાઓ ઘાયલ થતાં સાંતલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.તો બીજી તરફ અકસ્માતની ઘટનાઓ રોજબરોજ સામે આવતા આ જગ્યા ઉપર પુલ બનાવવામાં આવે અથવા કોઈ યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વાર કરવામાં આવે અને આ જગ્યાએ વારંવાર એક્સિડન્ટ ની ઘટનાઓ બનતા એક્સિડન્ટ ઝોન હોય તેના સામે મોટા જંપ તંત્ર દ્વારા બનાવવામાં આવે તો અકસ્માત ની ઘટના ઘટે તેવું લોકો જણાવી રહ્યા છે અને આ જગ્યાએ જંપ મૂકવા લોકમાંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×