गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ આપ દ્રારા સ્માર્ટ મીટર ના વિરોધ વચ્ચે કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું

દિલ્હી, પંજાબની જેમ જ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ વીજળી મફત આપવા કરાઈ માગ: પાટણ આપ દ્રારા શુક્રવારે સ્માર્ટ મીટર ના વિરોધ વચ્ચે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરી દિલ્હી- પંજાબની જેમ ગુજરાત માં પણ માસિક ૩૦૦ યુનિટ વિજળી મફત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

પાટણ આપ દ્રારા કલેકટર કચેરી ખાતે સ્માર્ટ મીટર ના વિરોધ મા અપાયેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે હાલમાં દરેક સામાન્ય વ્યક્તિ મોંધવારીથી ત્રસ્ત છે એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરુ કરાતાં ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.તો વડોદરા,સુરત,સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરો નો વિરોધ શરુ કરી દીધો છે.

ત્યારે આમ આદમી પાર્ટી સ્માર્ટ મીટર ના વિરોધ મા ગુજરાતના લોકો સાથે મજબુતીથી અડીખમ ઊભી રહેશે: ગુજરાતમાં ફિકસ-પે અને કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ-વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે. વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાકટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ યાર્જનો ભાર જે ઉદ્યોગપતિઓએ ભોગવવાનો હતો તે જનતા ઉપર નાખી ચુકી છે.

વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે ત્યાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ યાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે જે અસહ્રા છે. એમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રિ-પેઇડ કાર્ડનો મરણતોલ ઘા જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે. ઘણીવાર તો ઉધાર-ઉછીના કરીને 2-2 બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે એ પ્રિપેઇડ કેવી રીતે રિચાર્જ કરશે? જો પૈસા નહીં હોય તો પૂરું થઇ ગયેલું કેવી રીતે રિચાર્જ કરીને નાના બાળકો, ઘરડાં માં-બાપ કે પરિવારના બીમાર સભ્યને સાચવશે? તેવા વૈધક સવાલો સાથે મુખ્યમંત્રી ને સંબોધી આવેદનપત્ર કલેકટર કચેરી ખાતે  સુપ્રત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ આપ દ્રારા સ્માર્ટ મીટર ના વિરોધ વચ્ચે કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું

દિલ્હી, પંજાબની જેમ જ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ વીજળી મફત આપવા કરાઈ માગ: પાટણ આપ દ્રારા શુક્રવારે સ્માર્ટ મીટર ના વિરોધ વચ્ચે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરી દિલ્હી- પંજાબની જેમ ગુજરાત માં પણ માસિક ૩૦૦ યુનિટ વિજળી મફત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×