गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

સમી ના ઝીલવાણા માર્ગ પર બે કાર વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માતમા બે ના

 

માર્ગ અકસ્માત ની જાણ પોલીસ ને થતાં ધટના સ્થળે દોડી આવી કાયૅવાહી હાથ ધરી: પાટણ જિલ્લાના સમી તાલુકાના ઝીલવાણા માગૅ પર શનિવારે બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સજૉતા પોલીસે ધટના સ્થળે પહોંચી કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર અને ખાસ કરીને રાધનપુર-સાંતલપુર ના માર્ગો પર અકસ્માતોની ઘટનાઓ અવાર-નવાર સર્જાતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે અને આવા અકસ્માતના કિસ્સાઓમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોવાના બનાવો બની રહ્યા છે ક્યારે શનિવારના રોજ પાટણ જિલ્લાના સમી જીલવાણા માર્ગ પર અલ્ટો કાર અને અલટીકા કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયા હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

આ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ  શનિવારે સવારે પાટણ જિલ્લાના સમી- ઝીલવાણા માર્ગ પરથી પસાર થઈ રહેલ alto કાર અને ertiga કાર વચ્ચે અગમ્ય કારણોસર અકસ્માતની ધટના સજૉતા અલ્ટોકાર મા સવાર રમેશભાઈ પટેલ તેમજ ઈન્દીરાબેન પંચાલ નામની મહિલાનું ગંભીર ઈજાઓ ના કારણે કરૂણ મોત નિપજ્યું હતું. તો કારમાં સવાર ઇસમને પણ ઈજાઓ થવા પામી હતી.

સમી ઝીલવાણા રોડ ઉપર બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત ની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ પોલીસને થતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશના પંચનામા કરી  પીએમ અર્થે ખસેડી ઇજાગ્રસ્તોને પણ રાધનપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હાઇવે પરના અકસ્માતના પગલે સર્જાયેલી ટ્રાફિકને પણ હળવો કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×