![](/wp-content/uploads/2024/05/IMG-20240528-WA0891.jpg)
સાંતલપુર ખાતે આવેલ ભારતમાલા રોડ પર નિયમોના લીરેલીરા ઉડાવતા અધિકારઓ…
પાટણ જીલ્લાના સાંતલપુર ખાતે નવનિર્મિત ભારતમાલા રોડ પર સાંતલપુર પોલીસ અને અધિકારીઓના આશીર્વાદ થી મોટા મોટા ટ્રક મા બહારથી હેવી મસીનો લઈને આવતા ટ્રકો ને ગેર કાયદેસર રીતે ભારતમાલા રોડ પર પસાર કરવામાં આવ્યા છે..
જયારે સ્થાનિક લોકો ના વાહનો ને કાયદા નો ડર બતાવી વાહનોને પસાર કરવામાં આવતા નથી અને આવા હેવી મસીનો લઈને આવતા ટ્રકો ને રૂપિયા લઈને પસાર કરવામાં આવી રહ્યા છે…
ત્યારે આ ઘટના ને પગલે સ્થાનિક લોકોમા ભારે રોષ વ્યાપ્યો છે.. સાંતલપુર પોલીસ અને લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે