સ્થાનિક પોલીસ અને અધિકારીઓના આશીર્વાદથી મોટા મોટા ટ્રક મા બહારથી હેવી મસીનો લઈને આવતા ટ્રકો ને ગેર કાયદેસર રીતે ભારતમાલા રોડ પર પસાર કરવામાં આવી રહ્યા છે.!
પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ ભારતમાલા રોડ પર નિયમોના લીરેલીરા ઉડાવતા અધિકારઓ સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. સાંતલપુર ખાતે નવનિર્મિત ભારતમાલા રોડ પર સાંતલપુર પોલીસ અને અધિકારીઓના આશીર્વાદ થી મોટા મોટા હેવી ટ્રક બહારથી હેવી મસીનો લઈને આવતા ટ્રકોને ગેર કાયદેસર રીતે ભારતમાલા રોડ
પર પસાર કરવામાં આવી રહ્યા છે.જયારે સ્થાનિક લોકો ના વાહનો ને કાયદા નો ડર બતાવી વાહનોને પસાર કરવામાં આવતા નથી અને આવા હેવી મસીનો લઈને આવતા ટ્રકો ને રૂપિયા લઈને પસાર કરવામાં આવી રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે.ત્યારે આ ઘટના ને પગલે સ્થાનિક લોકોમા ભારે
રોષ વ્યાપ્યો છે.અને સાંતલપુર પોલીસ અને લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.
રાણાભાઇ જેહાભાઈ સ્થાનિકનાં જણાવ્યા અનુસાર અહીંયા સાંતલપુરમાં ભારતમાલા રોડ પર નિયમોના લીરેલીરા ઉડી રહ્યા છે જેનું કારણ ખુદ તંત્ર છે.અહીંયા આ રસ્તા ઉપર ગરીબ માણસો ને સ્થાનિક માણસોને રોડ પર પસાર કરવા દેવામાં
આવતા નથી જ્યારે બીજી તરફ સ્થાનિક પોલીસ અને અધિકારીઓના મીલીભગત થી અને આશીર્વાદ થી મોટા મોટા ટ્રકોને ગેરકાયદેસર રીતે ભારતમાલા રોડ પર પસાર કરવામાં આવી રહ્યા છે તેમજ રૂપિયા લઈને આ રસ્તા ઉપર હેવી મશીનો થી ભરેલા મોટાં મોટાં ટ્રકો ને પસાર કરવામાં આવી રહ્યા છે તેવું જણાવ્યું હતું.