गुजरातपाटन जिला

પાટણની જે.ડી. બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

 

પાટણ શહેરમાં આવેલી એક બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસે બંનેના મૃતદેહોનો કબજો લઈને પીએમ માટે ખસેડ્યા છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન યુપીનો અને યુવતી પાટણની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

પાટણ શહેરના દેવદર્શન કોમ્પલેક્સમાં ચાલતી જે.ડી.બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી ગઇકાલે યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. યુવક પંખા પર લટક્તો મળી આવ્યો જ્યારે યુવતી બેડ પરથી મૃત હાલતમાં મળી આવી હતી. આ બનાવ અંગે હોસ્ટેલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બંનેના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યા છે.

પોલીસ દ્વારા બંને મૃતકોના ઓળખપત્ર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન યુપીનો રહેવાસી જ્યારે યુવતી પાટણ શહેરની જ રેહવાસી હોવાનું જાણવા મળ્યું છે. બંને મૃતકોના કબજામાંથી મોબાઈલ પણ મળી આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ સજોડે આત્મહત્યાનો છે, હત્યાનો છે કે અન્ય કોઈ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×