गुजरातगुड मॉर्निंग न्यूज़बनासकांठा

ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટી ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી

 

રાજકોટ ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટી સુવિધા અંગેની તપાસ કરવાના આદેશના પગલે ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટી ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ બાદ સંપૂર્ણ રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે.

રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા શાળાઓ કોલેજો, હોટલો, હોસ્પિટલો, મોલ ફેક્ટરીઓ, સરકારી કચેરીઓ સહિત જ્યાં વધુ પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવી જગ્યાઓએ ફાયર સેફ્ટી સુવિધા છે કે નહીં તેના તપાસના આદેશ આપેલા છે. જે અનુસંધાને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના આદેશથી જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી ડીસામાં 200 જેટલી હોસ્પિટલોમાં તપાસ કરવા આરોગ્ય વિભાગની 10 ટીમો કામે લાગી હતી.

આ અંગે ડીસા તાલુકા પ્રાથમિક હેલ્થ ઓફિસર જણાવ્યું હતું કે,”ડીસા શહેરની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટી ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઇ છે. જેમાં અલગ અલગ ટીમો હોસ્પિટલમાં જઈ ફાયર સેફ્ટી સુવિધાના સાધનો છે કે નહીં?, એન્ટ્રી અને એક્ઝિટ યોગ્ય રીતે છે કે નહીં? આગ લાગી શકે તે રીતે કોઈ વાયરીંગ ખૂલ્લાં છે કે નહીં? સહિત તંત્ર દ્વારા કરાયેલા દિશા નિર્દેશ મુજબની સુવિધાઓ છે કે નહીં? તેની તપાસ હાથ ધરી રિપોર્ટ બનશે. જે રિપોર્ટ જિલ્લા કલેકટરને સોંપવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×