गुजरातगुड मॉर्निंग न्यूज़बनासकांठा

રાહદારીઓ ગટર ના પાણીમાં ચાલવા મજબૂર : વારંવાર પંચાયતને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નહીં

નવી ભીલડી વોર્ડ નં. 4 ની ઉભરાતી ગટરો થી વહેપારીઓ ત્રાહિમામ

 

સતત બીજા દિવસે ગટરો ઉભરાતા રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ: ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયત ની ભોમાજી હોટેલ ચાલી વોર્ડ નંબર 4 માં બે દિવસથી ગટર ઉભરાઈ રહી છે. અને પંચાયત ને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી

રોગચાળો અને મચ્છરો નો ઉપદ્રવ વધવાની દહેજત જોવા મળી રહી છે. ગટર નું ગંદુ અને દુર્ગંધ વાળું પાણી થી વહેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે તેમાં ગટર નું સમારકામ કરવાને બદલે ગટર ના ઢાંકણા ખુલ્લા મૂકી રાખવામાં આવ્યા છે. અને તે ગટરમાં બાઇક સવાર ખાબકતા આજુબાજુ લોકો ભેગા થઈને બાઈક સવારને બહાર નીકળ્યો હતો અને જાનહાનિ ટળી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં ગટર નો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. સત્વરે આ ઉભરાતી ગટરો નો નિકાલ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×