गुजरातबनासकांठा

માનવતાના પૂજારીને આજની સલામ : ભાભરમાં રસ્તામાંથી મળેલા રોકડા રૂ . ૫૦ હજાર મૂળ માલિકને પરત કર્યા

 

આજે હરામનું પડાવી લેવાની વૃત્તિ સામાજીક દુષણ રૂપે વકરી રહી છે ત્યારે ભાભર તાલુકાના હરકુડીયા ગામના વિક્રમભાઈ પાંચ દિવસ પહેલા રડકિયાથી ભાભર વાહનમાં આવતા હતા.તે દરમિયાન ક્યાંક રસ્તામાં તેમના રોકડા પચાસ હજાર પડી ગયા હતા.તેથી તેમણે સોશિયલ મીડિયામાં લોકોને અપીલ કરી હતી કે મારા પચાસ હજાર રૂપિયા પડી ગયા છે કોઈને મળ્યા હોય તો પોતાના મોબાઈલ નંબર આપી જાણ કરવા વિનંતી કરી હતી.

ત્યારે ભાભર ખાતે આવેલી મહેન્દ્ર ઈલેક્ટ્રોનિક દુકાનમાં નોકરી કરતા મહેશભાઈ નાયીના દિકરાને થોડાં દિવસ પહેલા રોકડ રકમ પચાસ હજાર મળ્યા હતા. તેથી તેમણે ખાતરી કરી મુળ માલિકને દુકાન બોલાવી રકમ પરત આપી માનવતાનું કાર્ય કર્યું હતું.જેને સૌ કોઈએ વખાણ્યું હતું. અત્યારે કાળઝાળ મોંઘવારીમાં આર્થિક ભીડમાં જીવતા લોકો અવનવી તરકીબો અજમાવી લોકોને છેતરીને પૈસા પડાવતા અનેક દાખલા કાયમી જોવા મળે છે. ત્યારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો દાખલો જોવા મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×