गुजरातगुड मॉर्निंग न्यूज़बनासकांठा

ઠાકોર સમાજની બેન દિકરીઓ સામે કોમેન્ટ બોક્સમાં અપશબ્દો લખાતાં સમાજમાં ભારે આક્રોશ

 

ડીસામાં ઠાકોર સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું: તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં ખાનગી ન્યુઝ ચેનલોમાં વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ડિબેટ ચાલી રહી હતી. તે દરમિયાન ચૌધરી સમાજના કેટલાક યુવાનો દ્વારા ઠાકોર સમાજની બેન- દિકરીઓ સામે કોમેન્ટ કરી અપશબ્દોનો ઉપયોગ કરાતાં ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છવાયો છે.

ત્યારે આજે શુક્રવારે ડીસામાં ઠાકોર સમાજના આગેવાનો દ્વારા રૂરલ પોલીસ મથકે અને નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઠાકોર સમાજની બેન દિકરીઓ સામે અપશબ્દો લખનાર અસમાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ચુંટણીમાં હાર- જીત થતી રહે છે ત્યારે કોઈ સમાજને ટાર્ગેટ કરી વાંચી ન શકાય તેવા અપશબ્દો ખાનગી ચેનલના કોમેન્ટ બોક્સમાં લખવા કેટલું યોગ્ય છે ?

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી આવા અસમાજીક તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં નહી આવે તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઠાકોર સમાજના આગેવાનોએ ઉચ્ચારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×