પાટણ જિલ્લાના રાધનપુરના સામાન્ય વરસાદ ખાબકતા પાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરી પોલ છતી થઇ..
લ્યો..બોલો રાધનપુરમાં સામાન્ય વરસાદ પડ્યો તોય ઠેર - ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા.. .
![](/wp-content/uploads/2024/06/IMG-20240613-WA0009.jpg)
રાધનપુરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ…
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સામાન્ય વરસાદ પડ્યો તોય બજારમાં અને નાના મોટી શેરીઓમાં ઠેર – ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યારે પાલિકા ની પ્રિ મોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.રાધનપુર પાલિકાના સાફ-સફાઈ ના કર્મચારીઓ વિધિવત રીતે ચોમાસુ સરૂ થાય તે પહેલાં પ્રિ-મોન્સુન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. વિવિધ જગ્યા પર કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગત સાંજે સામાન્ય વરસાદ ખાબકતા પાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરી પોલ છતી થઇ હતી. જેમાં ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ફર ફરી વળતાં અને ઠેર ઠેર જગ્યા પર પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં પાલિકા તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાધનપુર નગરપાલિકા દ્વારા શહેરની વિવિધિત જગ્યા પર સોસાયટી, શેરીઓ માં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. લાલબાગ સોસાયટીમાં ગત મોડી સાંજે વરસેલા સામાન્ય વરસાદમાં રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગટરોના દુર્ગંધ મારતા પાણી સાથે વરસાદી પાણી મુખ્ય રસ્તા પર ફરી વળ્યા હતા. સ્થાનિકો દુષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. પાલિકા દ્વારા થોડા દિવસો પહેલા નાળા, રસ્તાઓની સફાઈ સહિતની પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતાં પ્રિ-મોનસુન કામગીરી સામે સ્થાનિકોમાંથી સવાલો ઉઠયા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા દોઢ વર્ષથી લાલબાગ સોસાયટીમાં ગટરની સાફ સફાઈ કરવામાં આવતી નથી જેને લઇને સોસાયટીમાં ગટર નું ગંદુ પાણી બારેમાશ રોડ પર ઉભરાય છે અને પાલિકાના અધિકારી ઓ.એસ, સી.ઓ ,વહીવટદાર ને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી સમસ્યાનું નિવારણ આવતું નથી અને સોસાયટીમાં આવેલ ધાર્મિક મંદિર જતા લોકોને ગટરના ગંદા પાણીમાં થી પસાર થઈ ને જવું પડે છે પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવી રહી છે સત્વરે સમસ્યાનું નિવારણ અંત લાવવા માંગ કરી હતી.
આ બાબતે પાલિકાના ઓ.એસ.હિતેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતો અમોને મળેલ છે અને ગટર ની સાફ સફાઈ કરવાની કામગીરી ચાલુ છે. અને જે ગટરનું ગંદુ પાણી રોડ પર ભરાયુ છે તે નીચાણવાળા વિસ્તાર હોવાથી ત્યાં પાણી ભરાવવા ની સમસ્યા ઊભી થઈ છે.