गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ : ૧૩ વષૅની સગીરાને અવાર નવાર પરેશાન કરતાં યુવક સામે પિતાએ ફરિયાદ નોંધાવી..

યુવકે મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી સગીરાને આપી ફોન કરવાનું જણાવી કોઇ ને આ વાત કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી.

ણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આઠબાઈ મંદિર પાસે ના મહોલ્લામાં રહેતાં પટ્ટણી પરિવાર ની એક 13 વર્ષની સગીરાનો એક ઈસમે હાથ પકડી તેને ઉભી રાખી મોબાઈલ નંબર લખેલ ચિઠ્ઠી આપી તે મોબાઈલ નંબર ઉપર ફોન કરવાનું કહી અને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સગીરા સ્કૂલેથી આવતા જતા પાછળ પાછળ આવી તેમજ મહોલ્લા આગળ બેસી ગંદા ઈશારાઓ કરી શારીરીક છેડતી કરી હેરાન પરેશાન કરતા આ બાબતે સગીરા

એ પોતાના પિતાને સધળી હકીકત જણાવતાં સગીરા

ના પિતાએ આ લંપટ યુવાનને સબક મળે તે માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી લંપટ યુવાનને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ધટનાની મળતી માહિતી મુજબ પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા આઠબાઈ મંદિર પાસેના પટ્ટણી વાસ મહોલ્લામાં રહેતાં પટ્ટણી પ્રકાશભાઈ રામુભાઈ પટ્ટણીની 13 વષૅની ઉમર ધરાવતી દીકરીને શાહવાડા મા  રહેતા વિશાલ  ઉર્ફે બેબી ઠાકોર નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી હેરાન પરેશાન કરતો હોય મંગળવારે ઉપરોક્ત સગીરાને ઉભી રાખી યુવાને મોબાઇલ નંબર આપી કોઈ ને આ બાબતે જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં સગીરાએ આ સધળી હકીકત પોતાના પિતાને કરતાં તેના પિતાએ આવા લંપટ યુવકને સબક મળે તે માટે એ ડિવિઝન પોલીસ મથકે યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સગીરાના પિતાએ પોતાની ફરીયાદ જણાવ્યું હતું કે,પોતાની દીકરી ઘરેથી કરીયાણાની દુકાને દુધ લેવા ગયેલ અને દુધ લઈ પાછી ઘરે આવતા આઠબાઈ માતાજીના મંદિર આગળ વિશાલ બેબી ઠાકોરે પોતાની દીકરીનો હાથ પકડી ઉભી રાખી હાથમાં એક ચીઠી મોબાઈલ નંબર લખી આપેલો અને કહેલ કે આ નંબર ઉપર ફોન કરજે જો કોઈને કે તારા માતા પિતાને આ બાબતે કહીશ તો તારા ભાઈઓને મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહેલ હોવાની વાત પોતાની દીકરીએ કરેલી દીકરીને આપેલ મોબાઈલ નંબર વિશાલ  ઉર્ફે બેબી ઠાકોર નો હતો.

પિતાએ દીકરીને આ યુવક બાબતે વધુ મા પુછતાં દીકરીએ જણાવ્યું હતું કે તેણી સ્કૂલેથી ઘરે આવતાઆ છોકરો અમારી પાછળ,પાછળ આવે છે અને ઘણીવાર મહોલ્લા આગળ આવેલ આઠબાઈ મંદીર પાસે બેઠેલ હોય છે અને ગંદાગંદા ઇસરા કરતો હોય છે. ત્યારે દીકરી નો હાથ પકડી તેને ઉભી રાખી મોબાઈલ નંબર લખેલ ચિઠ્ઠી આપી તે મોબાઈલ નંબર ઉપર ફોન કરવાનું કહી અને આ વાત કોઈને કહીશ તો ભાઈ ને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ દિકરીને સ્કૂલે આવતા જતા પાછળ પાછળ આવી તેમજ અમારા મહોલ્લા આગળ બેસી ગંદા ઈશારાઓ કરી દીકરીને છેડતી કરી હેરાન પરેશાન કરતો હોવાની દીકરીના પિતાએ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલ ઉર્ફે બેબી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રોગતિમાન બનાવ્યા હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×