गुजरातटॉप न्यूज़

ઉનાવા સાબરમતી ગેસની પાઈપ લાઈનમાં આગ લાગતાં અફડાતફડી જાનહાનિ ટળી

 

રસોઈ બનાવવા સમયે ગેસ લાઈન બંધ રહેતાં ગૃહિણીઓ અટવાઈ: ઉંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર સામે હાઈવે નજીક સાબરમતી ગેસની પાઈપ લાઈનમાં આગની ઘટના બનતાં અફડાતફડી મચી જવા પામી હતી. આગ ક્યા કારણોસર આગી તે જાણી શકાયું નથી. આગની ઘટનાને લઈને ઉંઝા ફાયર ફાઈટર ટીમને જાણ કરાઈ હતી. હાઈવે હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉનાવા પોલીસ ખડેપગે રહી ટ્રાફિકની સમસ્યાને દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો.

ઉનાવા સીએસસી કેન્દ્રની સામે આવેલ રોડની બાજુમાં ઉંઝા થી ઉનાવા તરફ જતી સાબરમતી ગેસની લાઈન અગમ્ય કારણોસર લીકેજ થતાં તેમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે હાઈવે પર અફડાતફડી મચી ગઇ હતી. જેને કારણે હાઈવે પર ટ્રાફિક સર્જાતાં ઉનાવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને કાબુમાં લીધી હતો. આગની ઘટનાની જાણ ઉંઝા ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી.

ઊંઝા ફાયર ટીમમાં ડ્રાઇવર યોગી આકાશ, ફાયર મેન વ્રજ પટેલ, ફેનીલ પટેલ દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી. સાબરમતી ગેસ પાઈપલાઈનમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. આગને કાબુમાં લેવા સાબરમતી ગેસના કર્મચારીઓ દ્વારા પાઈપ લાઈન આગળથી બંધ કરવામાં આવી હતી. જેને લઇને ઉનાવા ગામમાં સાબરમતી ગેસ કનેક્શન બંધ રહેવા પામ્યા હતા. રસોઈ બનાવવા સમયે ગેસ લાઈન બંધ રહેતાં ગૃહિણીઓ અટવાઈ હતી. ગેસની લાઈનમાં આગ લાગવાની ઘટનાની જાણ ગામમાં થતાં ગેસ ધારકો ચિંતામાં મુકાયા હતા. આ બનેલ આગની ઘટનાથી કોઈ જાન હાની થવા પામી નથી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×