गुजरातटॉप न्यूज़पाटन जिला

ચાણસ્મા ના હેવી સર્કલ પર ચાલક દ્વારા હેવી ટેલરને વળાંક વાળવા જતા ટેલરે પલ્ટી મારી

 

મોડી રાત્રે બનેલી ઘટના ના કારણે જાનહાની ટળી તો સર્કલને નાનું બનાવવા લોક માંગ ઉઠી: ચાણસ્મા હાઇવે ઉપર આવેલ સર્કલ ઘણું મોટું હોવાના કારણે આ સર્કલ પરથી પસાર થતા ભારે વાહનોને વાળવામાં વાહન ચાલકોને ધણીજ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે તો ક્યારેક સકૅલ પરથી હેવી વાહનને વાળતી વખતે વાહનો પલ્ટી મારી જતાં હોવાની ઘટના ઓ પણ સજૉતી હોય છે ત્યારે શનિવારે રાત્રે એક હેવી આ સકૅલ પરથી વાળતી વખતે પલ્ટી મારી જતાં અફડાતફડી મચી જવા પામી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવી આ મોટા સકૅલ ને હાઈવે ઓથોરિટી દ્રારા તાત્કાલિક નાનું બનાવવામાં આવે અને આવા અકસ્માત ની બનતી ધટનાઓ રોકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી.

ચાણસ્મા ના હેવી સકૅલ પરથી શનિવારે રાત્રે પાઇપો ભરીને રાધનપુર થી મહેસાણા તરફ જઈ રહેલ હેવી ટેલરને ચાલક દ્રારા વાળવા જતાં ટેલર સર્કલ ઉપર પલટી મારી ગયું હતું. જોકે રાતનો સમય હોવાના કારણે કોઈ જાનહાની થઈ ન હતી જો આ બનાવ દિવસે બન્યો હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાતા વાર ના લાગતી તેવું સ્થળ પર ના લોકો એ જણાવ્યું હતું.

ચાણસ્મા હાઈવે પર ના હેવી સકૅલ ના કારણે અવારનવાર આવા નાના મોટા અકસ્માત ના બનાવો સજૉતા હોય જેને ધ્યાનમાં રાખીને હાઈવે ઓથોરિટી દ્રારા આ સકૅલ ને તાત્કાલિક ધોરણે નાનું બનાવી આવી અકસ્માત ની ધટનાને નિવારવામાં આવે તેવી લોકો માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×