गुजरातटॉप न्यूज़बनासकांठा

થરાદ મામલતદાર અને ફાયર ઓફિસરે બે મોલને સીલ કર્યાં : અગાઉ નોટિસ આપી હતી

થરાદમાં આવેલ બે મોલમાં ફાયર સેફ્ટીના અભાવે અગાઉ નોટિસ આપ્યાં બાદ પણ ફાયર સેફ્ટી વગર ઉપયોગ કરતા થરાદ મામલતદાર અને ફાયર ઓફિસર દ્વારા બે મોલને સીલ કરવામાં આવ્યાં હતાં.

 

રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં વહીવટીતંત્ર સજાગ બની ફાયર સેફ્ટીને લઇ ચેકિગ ચાલુ કર્યું છે. ત્યારે થરાદ વહીવટીતંત્ર દ્વારા પણ નગરમાં વિવિધ એકમો મોલ હોસ્પિટલ સહિતની જગ્યાએ ફાયર સેફ્ટીને લઇ તપાસ હાથધરી હતી. જેમાં ફાયર સુવિધાઓ ન હોય એવા વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન કરાતાં. થરાદ મામલતદાર અને ફાયર ઓફિસર દ્વારા કાર્યવાહી હાથધરી હતી. પોલીસ સ્ટાફ સાથે થરાદના મામલતદાર અને ફાયર ઓફિસર દ્વારા નગરમાં આવેલા જીમાર્ટ મોલ અને આર કે સુપર મોલ બન્ને બેજમેન્ટમાં ચાલતા હતા. તેનો ઉપયોગ કરવાની ના પાડી હતી અને નોટિસ 30 તારીખે આપવામાં આવી હતી છતાં ઉપયોગ ચાલું હોય મામલદાર અને ફાયર ઓફિસર સાથે બંને મોલને સીલ કરવામાં આવ્યા હતા.

ફાયર ઓફિસર જણાવ્યું હતું કે, આ બંને મોલના માલિકોને 30 તારીખે નોટિસ આપવામાં આવી હતી કે ભોંયરાનો ઉપયોગ માત્ર સંગ્રહ કરવા માટે થાય તે પણ અમુક હિસ્સો વધારે નહિ અથવા પાર્કિંગ માટે ઉપયોગ લઈ શકાય કારણ કે તેમાં બહાર નીકળવા માટે ઇમરજન્સી એક્સિટ ન હતી. જેને પગલે અગાઉ નોટિસ આપી હતી. જેના બાદ વહીવટીતંત્ર દ્વારા બંને મોલને સીલ કરવામાં આવ્યાં હતાં

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×