गुजरातटॉप न्यूज़बनासकांठा

સાંસદ ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને સંબોધીને હપ્તાખોરી સામે આક્ષેપો કર્યા

થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરનો આભારવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને સંબોધીને હપ્તાખોરી સામે આક્ષેપો કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાતભરમાં બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભારે ચર્ચા જોવા મળી હતી. અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સામે જીત્યા હતા. ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ અનેક વખત પોલીસ પર આક્ષેપો કર્યા હતા. ત્યારે થરાદ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જીત્યા બાદ કાર્યકરો સાથે ગેનીબેનનો આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના જિલ્લા સહિતના પંથકના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ વખતે સાંસદ ગેનીબેન ઠાકોરે કાર્યકરોને જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ કે જે તે ખોટી રીતે હેરાન કરતું હોય જેમાં તમારો વાંક જ ન હોય તો અમારા સુધી ધ્યાન દોરજો. એ પ્રજાના પૈસાનો પગાર લે છે, એ બુટલેગરોના હપ્તા લે છે. એ આપણા યુવાનોને બરબાદ કરીને દારૂ પીવડાવીને એના પૈસાના હપ્તા એ લે છે. બે નંબરના એ લે છે એટલે આપણે કોંગ્રેસના કોઈ આગેવાનો બે નંબરના ધંધા કરતા નથી કે કોઈ જોડે હપ્તા લેતાં નથી એટલે આપણે કોઇનાથી દબાવવાની જરૂર નથી. મોટો લોટ ગરજન હશે એને પણ જે ભાષામાં કહેવાનું હશે, જે પ્રમાણે કહેવાનું હશે એ કાર્યકર માટે કહીશું. ગેનીબેન ઠાકોરે તમામ આગેવાનો કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×