गुजरातपाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુર: બકરી ઈદનાં દિવસે અબોલ જીવો પ્રત્યે કરુણતા : રાધનપુર પાંજરાપોળ સંસ્થા દ્વારા સરાહનીય કામગીરી..

 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ બકરી ઈદ નાં તહેવારને લઇને બકરા બકરી કતલખાનામાં ન પહોંચે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.અને બકરા બકરીનાં જીવ બચાવવા આ સંસ્થા દ્વારા અને સેવાભાવી યુવાનો દ્વારા બચાવ કાર્ય માટે સંસ્થા આગળ આવી છે.રાધનપુર પાંજરાપોળ સંસ્થા દ્વારા કુલ 72 જીવો ને બચાવાયા હોવાની વિગત જાણવા મળી છે અને અત્યાર સુધીમાં ટોટલ 150 થી લઈને 200 જેટલા નાના મોટા જીવો ને બચાવ કાર્ય કરી ગોધાણા ખાતે આવેલ સંસ્થા માં પણ મૂકવામાં આવેલ છે.બકરી ઈદ નાં દિવસે બકરા બકરી નો કતલ નો દિવસ એજ દિવસમાં જીવો બચાવવા બકરા બકરી ને બચાવવા તેના હેતુથી રાધનપુર પાંજરાપોળ સંસ્થાનાં દાતાઓ દ્વારા જીવોને બચાવવામાં આવ્યા હતા.અને બકરી ઈદના દિવસે બકરી બકરા કતલ ખાને ન પહોચે તેવા હેતુસર આવા જીવોને રાધનપુર પાંજરાપોળ ખાતે નિભાવ કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ આજના દિવસે જૈન ધર્મોના લોકો દ્વારા સફેદ વસ્ત્ર ધારણ કરતા નથી અને સફેદ ખાવા પીવાની વસ્તુઓ નો ત્યાગ કરી આવા જીવોને અભય દાન અને શાંતિ મળે તે દિશામાં આજના બકરા ઈદના દિવસે સફેદ વસ્ત્રો સહિત સફેદ કલરના ખાવા પીવાના વસ્તુઓનો ત્યાગ જૈનધર્મ લોકો દ્વારા કરવામાં આવે છે.તો..અબોલ જીવો પ્રત્યે કરુણતા બતાવી નેક કાર્ય કરતા શહેરના લોકોએ પણ સંસ્થા નાં દાતાઓ ને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×