गुजरातबनासकांठा

જગાણા ચોકડી પરથી રોયલ્ટી પાસ કરતા વધુ ખનીજ વહન કરતા ત્રણ ડમ્પર ઝડપાયા

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના જગાણા ચોકડી ખાતેથી ત્રણ ડમ્પરો રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા હોવાથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરૂપ્રીતસિંહ સારસ્વ તપાસ ટીમ સાથે મંગળવારે જગાણા ચોકડી ખાતે ચેકિંગ કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન જી.જે‌. 08.એ. યુ.9907 અને જી.જે.08.એ ડબ્લ્યુ 9907 માં બ્લેકટ્રેપ ખનીજ રોયલ્ટી ના આધાર પુરાવા કરતાં વધારે વહન કરવામાં આવતું હોવાનું સામે આવતા બંને ડમ્પરને સીઝ કરી કલેક્ટર કચેરી ખાતે લવાયા હતા તેમજ જી.જે.08.એ ડબ્લ્યુ.7419 માં રોયલ્ટી ના આધાર પુરાવા વગર સાદી રેતી ખનીજ નું વહન કરવામાં આવતું હોવાથી તેને પણ સિઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, ત્રણ ડમ્પરોને ઝડપી લઇ કુલ રૂ. 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની દંડકીય કાર્યવાહી કરવામાં આવતા ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×