गुजरातगुड मॉर्निंग न्यूज़टॉप न्यूज़पाटन जिला

રાધનપુર ,સમી હારીજ અને ચાણસ્મા અનાજ ગોડાઉનો પર સીસીટીવી કેમેરા બંધ કેમ???

આમ તો સરકાર શ્રી દ્વારા અનાજ નો કાળો કારોબાર અટકે તે માટે સીસીટીવી કેમેરા તાલુકા કક્ષાએ આવેલ અનાજ ગોડાઉન પર ફરજિયાત કરવામાં આવ્યા છે.આ કેમેરાનું નિરક્ષણ જિલ્લા કક્ષાએ DSO કચેરી એ થાય તેવું આયોજન છે.પરંતુ આ આયોજન નિષ્ફળ જોવા મળી રહ્યું છે.થોડા સમય અગાઉ પાટણ DSO કચેરી માં જે સીસીટીવી કેમેરા નું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં કેટલાક ગોડાઉનો ના સીસી ટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું હતું.

 

ફરજિયાત કેમેરા ચાલુ રાખવા આદેશ છતાં કેમ ચાલુ નહી

રાધનપુર,સમી અને સાંતલપુર વિસ્તારમાં આવેલ અનાજ ગોડાઉનમાં  ઘણા સમય થી અહીંના કેમેરા બંધ રાખવામાં આવતા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.ગોડાઉન મેનેજરો આમતો અનાજ તો 2 થી 2!! કિલો ઓછું તો  સસ્તા અનાજ ના દુકાનદારો ને આપે જ છે પરંતુ અન્ય ગેરરીતિઓ પણ અહી થી થતી હોય છે.ત્યારે આવી ગેરરીતિઓ કરવા માટે સીસી ટીવી કેમેરા બંધ રાખી રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

કેમેરા બંધ રાખવાનું આ પણ એક કારણ છે

આમતો અનાજ હેરફેર કરવા માટે સરકાર શ્રી દ્વારા ટેન્ડર બહાર પાડી મંજૂર થાય તે મુજબ વાહનો હેરફર માટે નક્કી થતાં હોય છે અને જે વાહનો નક્કી થાય તે વાહનો જ આ માલ ને હેરફેર અથવા તો જિલ્લા માંથી તાલુકાના ગોડાઉનો સુધી પહોંચવાની જવાબદારી છે.પરંતુ રાધનપુર,સાંતલપુર અને સમી વિગેરે ગોડાઉન નો માલ એક જ કોન્ટ્રાક્ટર ,માલિક પહોંચાડતો હોવાની ચર્ચા જોવા મળી રહી છે.ત્યારે ટેન્ડર ની જોગવીઓ નો ભંગ થતો હોવાની ચર્ચા એ વેગ પકડ્યો છે ત્યારે કદાચ આ ઢાંકવા પણ સીસી ટીવી કેમેરા બંધ હોય તો પણ ના નહી?

પાટણ જિલ્લામાં રાધનપુર,વારાહી,સમી ,ચાણસ્મા વિગેરે તાલુકાઓ માં ગરીબોને આપતો અન્ન પુરવઠાનું બરોબર વેચાણ થાય છે.જેમાં સમી માં વેડ ગામનો કોઈ ઇસમ આખા તાલુકાનો બે નંબર નો વહીવટ કરતો હોવાની વિગતો ચર્ચામાં જોવા મળી રહી છે.

હારીજ પંથકમાં અગાઉ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભટ્ટ ના સમય ગાળા દરમિયાન હારીજ મધ્યમાં અનાજ નો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.ત્યારે આ ગરીબો નો જથ્થો ઝડપાયો તેને ઘણા વર્ષો થયા નથી તેવામાં હારીજ માર્કેટ યાર્ડમાં હાલે ખુલ્લે આમ ગરીબો નું અનાજ વેચાઈ રહ્યું છે.

રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં આપતો પુરવઠો રાધનપુરમાં ઠલવાતું હોવાની ચર્ચા

રાધનપુર અને સાંતલપુર,વારાહી વિસ્તારની વાત કરવામાં આવે તો અહી પણ  આવું જ જોવા મળતું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.વારાહીના જે દુકાનદારો  જેમાં કેટલાક દુકાનદારો વહીવટ કરે છે અને ગરીબોને આપતો પુરવઠા ને રાધનપુર  સુધી પહોંચાડતા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

ચાણસ્મામાં અનાજ દળી કાળો કારોબાર

ચાણસ્મામાં પણ ગરીબોને આપતો પુરવઠા નું બરોબાર વેચાણ થાય છે.આ કાળો કારોબાર ધોળા દિવસે થતો હોવા છતાં પુરવઠા વિભાગ આંખ આડા કાન કરતું જોવા મળે છે.ચાણસ્મા માં જ્યાં હારીજ રોડ પર આવેલ GIDC વિસ્તાર છે ત્યાં અનાજ દળવાની ઘંટી છે ત્યાં ગરીબો ને આપતો પુરવઠો ઠાલવવામાં આવે છે અને ત્યાં ઠાલવી તે અનાજ ઘઉં ને દળવામાં આવે છે અને તે લોટના કટ્ટા વેચાણ કરવામાં આવે છે.

આમ જિલ્લાના કેટલાક જેમાં ખાસ રાધનપુર ગોડાઉન માં ઘણા સમયથી સીસી ટીવી કેમેરા બંધ રાખવામાં આવ્યા છે. સીસી ટીવી કેમેરા બંધ રહેતા મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થતી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.ત્યારે આ બાબતે ગરીબોનો પુરવઠો બરોબર ન વેચાણ થાય તે માટે જિલ્લા કલેકટરે કેમેરા નું નિરીક્ષણ કરી સત્વરે બંધ કેમેરા ચાલુ કરવા લોકમાંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×