क्राइमगुजरातटॉप न्यूज़बनासकांठा

ગઢ ગામની ભર બજારમા આવેલ દુકાનમાં તોડફોડ કરી વેપારી પર હુમલો કરાયો

ઉધારમા દહી આપવાનું ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમે વેપારીને પાઇપ ફટકારી તમાશો સર્જ્યો

મારા મારીની ઘટના સીસી ટીવી કેમેરા કેદ, હુમલો કરનાર ઇસમ સામે ફરિયાદ: પાલનપુર તાલુકાના ગઢ ગામે મુખ્ય બજારમા દુકાન ધરાવતા એક વેપારીએ ગામના એક ઇસમને ઉઘારમાં દહી આપવાનું ના પાડતા ઉશ્કેરાયેલા આ ઈસમે વેપારી પિતા પુત્રને ગાળો બોલી તેમજ લોખંડની પાઇપ વડે દુકાનમાં તોડફોડ કરી વેપારી યુવક પર પાઇપ વડે હુમલો કરી લાગ આવે વેપારી પિતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે જોકે આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલ સીસી ટીવી કેમેરામાં કેદ થવા પામી છે.જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત વેપારીએ તેમની પર હુમલો કરનાર ઇસમ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

પાલનપુર તાલુકાના ગઢ પંથકમા અસમાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ ડર રહ્યો ન હોત તેમ અવાર નવાર નાના મોટા ઝગડા તેમજ મારા મારી કરી લોકોમાં ભય ફેલાવી રહ્યા છે, જે વચ્ચે ગઢ ગામે ભર બજારમાં આવેલ એક દુકાનમાં વેપારી પર હુમલો કરવામા આવતા વેપારીઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જેમાં ગઢ બસ સ્ટેન્ડ પર આવેલ અંબાણી સિટી પોઇન્ટ માં બહુચર અમૂલ પાર્લર નામની દુકાનમાં સુહાગ રાવળ નામનો ઇસમ વિજય કાંતિભાઈ રાવળના નામે ઉધારમાં દહી લેવા આવતા વેપારી કૌશિકકુમાર શાંતિલાલ પટેલ આ ઇસમને ઉધાર બંધ કર્યું હોય તેમ કહેતા વેપારીના પિતા શાંતિલાલ પટેલે આ ઇસમને ઉધારમાં દહી આપ્યું હતું.

જે બાદ દહી મંગાવનાર ઇસમ વિજય કાંતિભાઈ રાવળ લોખંડ ની પાઇપ લઇ દુકાનમાં આવી દહીંને ડબ્બી ફેકી વેપારી પિતા પુત્રને ગાળો બોલવા લાગતા વેપારીએ ગાળો બોલવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ પાઇપ ફ્રીઝ સહિતની ચીજ વસ્તુઓ પર ફટકારી તોડફોડ કરી હતી ને વેપારી કૌશિકકુમાર શાંતિલાલ પટેલ પર પાઇપ વડે હુમલો કરતા આજુબાજુ થી લોકો દોડી આવી વેપારીને બચાવ્યો હતો દરમ્યાન હુમલો કરનાર ઈસમે વેપારી પિતા પુત્રને લાગ આવે જાન થી મારી નાખવાની ધમકી આપી હતી જોકે હુમલા અને મારામારી ની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થતા વેપારીએ આરોપી વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીને ઝડપી તેની સામે આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતિ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×